________________
(૧૯૭)
અઢાર કરેલ ને ગ્યાસી લાખ દ્રવ્ય શ્રીગિરનારજી તીર્થમાં ખરચ્યું.
બારકોડને ત્રેપન લાખ દ્રવ્ય શ્રીઆબુતીર્થમાં ખરચ્યું. પાંચસે સિંહાસન હાથીદાંતનાં કરાવ્યાં. પાંચ સમવસરણ કરાવ્યાં. સાતસો ધર્મશાળાઓ કરાવી.
એક હજાર માણસે દાનશાળાએ હમેશાં આહાર લેતા હતા.
વળી વસ્તુપાલની સ્ત્રી અનુપાદેવીએ અને તેજપાલની શ્રી લલિતાદેવીએ શ્રી આબુ ઉપર નેમનાથ ભગવાનના મંદિરમાં પેસતાં બે બાજુ અઢાર લાખ રૂપિયા ખરચી બે ગોખલા કરાવ્યા. તે ગોખલા દેરાણી-જેઠાણી”ના નામથી પ્રસિદ્ધ છે. વળી સાત કરોડ સોનામહોરે ખરચીને સુવર્ણની શાહીથી તથા મસીની શાહીથી તાડપત્રો તથા ઉત્તમ કાગળ પર પુસ્તક લખાવીને સાત સરસ્વતી જ્ઞાનભંડાર કરાવ્યા.
આમ તે ભાગ્યશાળીઓએ શુભમાર્ગમાં ઘણું લક્ષ્મી ખરચી મહાપુણ્ય ઉપાર્જન કર્યું.
શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજે પ્રતિબંધ કરેલ શ્રી વિક્રમ રાજાએ પણ શત્રુંજયને સંઘ ઘણા ઠાઠથી કાઢયે, જેમાં હદપાર લક્ષમી ખરચી તેનું સંક્ષેપ વર્ણન:
સંઘના સાથમાં ચૌદ મુકુટબંધ રાજાઓ હતા. ૧૬૯ સુવર્ણનાં જીનમંદિરે હતાં.
જ વસ્તુપાળચરિત્રમાં વસ્તુપાળની સ્ત્રી લલિતાદેવી અને તેજપાળની સ્ત્રી અનુપાદેવી લખેલું, પરંતુ પ્રશ્નોત્તર પ્રદીપ’માં ઉપકત ઉલ્લેખ થયેલ છે.