________________
( ૧૯૫ )
નથી? ઇન્દ્ર જેવાને પણ પુણ્યવિના દુઃખના ભય નાશ પામતા નથી; માટે વધારે ઉત્તમ માર્ગ તે એ જ છે કે ખૂબ શુભ કાર્યો કરી પુણ્ય ઉત્પન્ન કરવું. જેથી આ ભવમાં પણુ શરીર સારુ' રહેશે અને પરભવમાં ભય નહી' રહે. હાલ જેટલી હીનતા જણાય છે તે પુણ્ય આછું હાવાથી જ છે. તે જ કારણથી ઇન્દ્ર, ચક્રવર્તિ આ વગેરે મૃત્યુના ભયમાં રહે છે. માટે ખૂબ વિચાર કરી શરીરથી શુભ કાર્યો કરી લેવાં.
વળી શરીર સંબંધી બીજી એક ખાસ જાણવાલાયક હકીકત શાસ્ત્રકાર મહારાજા બતાવે છેઃ
यतः शुचीन्यप्यशुचीभवन्ति, कृम्याकुलात्काकशुनादि भक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततोऽगात्, मांसादिपिण्डात् स्वहितं गृहाण ॥
અથ :-જે શરીરનાં સંબધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઇ જાય છે, વળી કૃમિઓથી ભરેલુ છે. વળી કાગડા-કૂતરાને ભક્ષણયેાગ્ય છે, થાડા વખતમાં રાખ થવાનું છે અને માંસના જ પિંડ છે તે શરીરથી તારુ હિત કરી લે.
વિવેચનઃ-અતિ સુંદર વસ્તુઓ પણ શરીરના સંખધમાં આવતાં અપવિત્ર થઈ જાય છે અને મરણ પામ્યા પછી જરા પણ ઉપયેગમાં આવતુ નથી. ઢોરનાં તે ચામડાં, માંસ, પૂછડાં, શિંગડાં, ખરી અને ચરબીના પણ પૈસા ઉપજે છે ત્યારે માણસનું શરીર તેા તદ્દન નકામુ છે અને ચાર દિવસ કદાચ પડયુ રહે તે રોગના ઉપદ્રવ કરે છે અને મરણ પછી તેની રાખ કરી નાખવામાં આવે છે. દુગંધી પદાર્થો જોઈને જેમ આપણે નાક આડો રૂમાલ