________________
(૧૪)
સુખ આપવા ખાતર, જેનાં નામે ન આપી શકાય તેવી દવાઓ વગેરે ખાતાં છતાં તે તે પિતાનું ધાર્યું જ કામ કરે છે અને પરભવમાં નીચ ગતિમાં લઈ જાય છે. વળી આવાં કર્મોથી પિલ શરીર પણ નાશ તે પામે જ છે. આપણે તેને પોતાનું માની બેઠા છીએ. પણ વાસ્તવિક રીતે તેમ નથી. શરીર ઉપરને મેહ સંસારમાં રઝળાવે છે, તે સંશય રહિત છે, માટે તેનાથી ચેતતા રહી આત્મસાધન કરી લેવું.
વળી આ શરીરને શાસ્ત્રકારોએ કેદખાના જેવું કહ્યું - છે. તે તેમાંથી છૂટવું તે જ શ્રેય છે. કેદખાનામાં સુધા, તૃષા, ગંદકી વગેરે સખત દુખે સહન કરવો પડે છે. જેથી તેમાં રહેલ માણસની વૃત્તિ એવી જ હોય છે કે કયારે આમાંથી છૂટું, જ્યારે લાગ મળે તે આ સળિયા તેડી નાસી જઉં. ત્યારે શરીરરૂપ કેદખાનામાં તે મહા અશુચિ ભરેલી છે, તે તેમાંથી નાસી જવાને બદલે આત્મા તેને સુંદર આહાર અને દેષોથી ભરેલ દવાઓ વગેરેથી પિષે છે અને તેને જરા પીડા થતાં ગાંડેઘેલ બની જઈ હાયવય કરી મૂકે છે. વિચારવાનું પ્રાણીઓએ શરીરરૂપી કારા ગૃહને સદુપયોગ કરવો જોઈએ. તેના ઉપર એ હુકમ ચલાવ જોઈએ કે ફરીવાર તે કેaખાનામાં આવવું પડે નહીં. શરીર ઉપરનું મમત્વ છેડવું તે વિચારશીલ જીવને જરા પણ મુશ્કેલ નથી. ઉપર બતાવી ગયા તે કુમારપાલ મહારાજા વગેરે ઉત્તમ જીવે તે શરીરથી જ સુંદર કાર્યો કરી ગયા છે. માટે તે શરીરથી પરભવમાં થતાં ખેથી જે હવે તું બચવા ઈચ્છતા હોય તે શુભ કાર્યો કેમ કરતા