________________
(૧૫) દીક્ષા અંગીકાર કરી, શુદ્ધ ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં તીર્થકરલક્ષમી ભોગવી ઘણા છે પર અનહદ ઉપકાર કરી મેક્ષમાં બિરાજમાન થયે.
હે આત્મા! વિચાર કર. દેવદ્રવ્ય ભક્ષણ કરવાની પ્રવૃત્તિ ' કરવામાં કેવા હાલહવાલ થાય છે. સહેજ બાબતમાં દેવદ્રવ્યના દેવાદાર થઈ જવાય છે. પછી આલેયણ લીધા વિના દેવદ્રવ્ય આપ્યા વિના આ આત્માનો ઉદ્ધાર થતો જ નથી, માટે ચિતતા રહેવું. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, પરંતુ દેવાદાર થઈ અનેક ભવે બગાડવા નહિ; બગાડીશ તે પછી સુધારવા મુશ્કેલ પડશે. માટે બરોબર ચેતતા રહેવું. દેવદ્રવ્યનું દેવું તો દૂર રહ્યું. પરંતુ દેરાસરજીમાં કરેલ દીપકથી પણ પિતાનું કાર્ય કરનારની બહુ ખરાબી થાય છે. તે ઉપર એક ઊંટડીનું દૃષ્ટાંત છેઃ
• ઊંટડીનું દષ્ટાંત ઈન્દ્રપુરનગરમાં દેવસેન નામને એક ગૃહસ્થ રહેતા હતે. તેને ધનસેન નામે ઊંટ સંભાળનાર નેકર હતું. તે ધનસેનના ઘેરથી એક ઊંટડી દરાજ દેવસેનના ઘેર આવી ઊભી રહેતી. ધનસેન તેને ઘણું મારે પણ તે ધનસેનનું ઘર છેડે નહિ, કદાપિ મારી કૂટીને ધનસેન તેને પોતાને ઘેર લઈ જઈ ગમે તેવા બંધનથી બાંધે તો પણ તેને તોડી પાછી તે દેવસેનને ઘેર આવી ઊભી રહે. કદાચિત તેમ ન બને તે ધનસેનના ઘેર કાંઈ પણ ખાય નહિ ને બૂમરાણ કરી મૂકે. છેવટે દેવસેનના ઘેર આવે ત્યારે જ છૂટકે થાય (નિરાંતે રહે છે. આ દેખાવ જોઈ દેવસેને ઊંટડીનું મૂલ્ય આપી પિતાના ઘરનાં આંગણું