________________
( ૧૮૫)
૯ નિર્વશ જનારનું તમામ દ્રવ્ય રાજા ગ્રહણ કરે. પરંતુ
આ ધાર્મિક રાજાએ તેવું બોતેર લાખ દ્રવ્ય મૂકી દીધું. ૧૦ સાત લહિયાઓ રાખીને છ લાખ છત્રીસ હજાર
આગમ પુસ્તકે લખાવ્યાં; તેમાં દરેક આગમની સાતસાત પ્રતો સોનાના અક્ષરોથી લખાવી તથા શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણ તથા ચરિત્રાદિક ગ્રંથની એકવીસ એકવીસ પ્રો લખાવી અને વળી લખેલાં
પુસ્તકના એકવીસ જ્ઞાનભંડારે કરાવ્યા. ૧૧ હંમેશાં ત્રિભુવનપાળ દેરાસરજીમાં સ્નાત્ર મહેન્સવ કર. ૧૨ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને દ્વાદશાવતવંદન કરવું.
પછી અનુકમે તમામ મુનિરાજેને વંદન કરવું. ૧૩ પ્રથમ ગ્રહણ કરેલા પૌષધવતવાળા શ્રાવકોને પ્રણામ
કરી માન દેવું. ૧૪ પોતાના અઢાર દેશમાં અમારી પડહ વગડાવ્યો. ૧૫ ન્યાયની ઘંટ વગાડવી.
બીજા ચૌદ દેશને વિષે ધનના બળ વડે તથા મૈત્રીના બળ વડે જીવોની રક્ષા કરાવી તથા વારાણસી નગરીના રાજા જયચંદ્ર પાસે પોતાના મંત્રીને મોકલી છોને પકડવાની એક લાખ ને એંશીહજાર જાળ તથા બીજાં પણ હિંસા થાય તેવાં તમામ શો એકઠાં કરી મંત્રી સમક્ષ બળાવી નંખાવ્યાં અને હિંસા
તદ્દન બંધ કરાવી દીધી. ૧૭ ચૌદસે ને ચુંમાલીસ (૧૪૪૪) નવીન જિનમંદિર
કરાવ્યાં અને સેળસો (૧૬૦૦)ને (જીર્ણોદ્ધાર કરાવ્યો.