________________
• (૧૬૭) કર્મસાર અને પુણ્યસારનું ટૂંકું દષ્ટાંત
જોધપુર નગરમાં વીસ કરોડ સોનૈયાને સ્વામી ધનાવહ નામને શેઠ અને તેને ધનવતી નામની સ્ત્રી હતી. તેને જેડલે જન્મેલા કર્મસાર અને પુણ્યસાર નામના બે પુત્રો હતા.
ધનાવહ શેઠે બન્ને ભાઈઓને બાર બાર કરોડ સેનૈયા વહેંચી આપી, પિતે ધનવતી સ્ત્રી સહિત આત્માના હિત માટે દીક્ષા લઈ, પોતાના આત્માને ઉદ્ધાર કરી દેવલોકમાં ગયા. પાછળથી કુવ્યાપાર વગેરેથી કર્મસારનું ધન નાશ પામ્યું.
પુણ્યસારનું દ્રવ્ય ચેર કે ચોરી ગયા. આમ બંને ભાઈઓ એક સરખા દરિદ્ર થયા. સગાંવહાલાં-કુટુંબી લેકમાં અણમાનીતા થયા, સ્ત્રીઓ પણ ભૂખે મરવા લાગી ને તેમનાં માતાપિતાએ તેડાવી લીધી. ત્યાર પછી બને ભાઈ પરદેશ ચાલ્યા ગયા. ત્યાં ઠેકાણે ઠેકાણે વિડંબના અને દુઃખ સિવાય લેશ માત્ર સુખ પામ્યા નહિ. પુણ્યસારને કઈ વાર દેવીના પ્રભાવથી ચિંતામણી રત્ન પ્રાપ્ત થયું. પણ તે ભાગ્યહીનપણથી સમુદ્રમાં પડી ગયું. દુઃખની સીમા બાકી રહી નહીં. ઘણે સમય રખડી પાછા પિતાના દેશમાં આવ્યા. ત્યાં કઈ જ્ઞાની ગુરુ મળ્યા. તેઓને પોતાનું ભાગ્ય પૂછ્યું. મુનિરાજ
તમે પૂર્વભવમાં ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામના બે પરમ શ્રાવક હતા. એક વખત તે ગામના શ્રાવકેએ મળી તમેને ઉત્તમ શ્રાવક જાણી જિનદત્તને જ્ઞાન દ્રવ્ય અને જિનદાસને સાધારણ દ્રવ્ય સાચવવા આપ્યું. તમે બને જણ સારી રીતે સાચવણુ કરતા હતા. એક વખત