________________
દુખથી વ્યાપ્ત છે. કેઈ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ ઓળખવાની દરકાર કરતા નથી. અનાદિ કાળથી મિથ્યાત્વમાં જ, જૂઠી શ્રદ્ધામાં રખડી રહ્યા છે. કેઈની મગજશકિત કે સમજણ કે વિચારશકિત જાગ્રત થઈ શકે તેવી હોય છે પરંતુ તે ઉપર તેઓ વિચાર કરતા નથી. આમ અનેક રીતે દુઃખી હોય છે. દુઃખી પ્રત્યક્ષ દેખાય છે. ભવિષ્યમાં દુખી થવાના એવી વીતરાગની વાણથી પ્રતીતિ થાય છે. આવા પ્રકારના દુઃખી જીવો ઉપર કરુણ લાવવી, દયા લાવવી તે કરૂણા ભાવના કહેવાય છે. આવી ભાવના ભાવતાં ભાવતાં વૃત્તિ બહુ નિર્મળ થાય છે. દષ્ટિ બહુ વિશાળ રહે છે. આત્મવત્ સર્વ ભૂતેષ-પિતાના જેવા સર્વ પ્રાણીઓને દેખે છે જેથી દુખી જીવોને દુખમાંથી કેવી રીતે છોડાવવા તેને વિચાર વારંવાર થયા કરે છે અને તે પ્રાણ-વિચાર કરનાર પિતે પ્રાયઃ સુખી થાય છે, કારણ કે ખરેખર લાગણીથી પરેપકાર કરનારને દુઃખ થતું જ નથી. વળી શાંત સુધારસ ગ્રંથમાં તથા બીજા ગ્રંથમાં પણ કહ્યું છે કે, જે પ્રાણી બીજાના દુઃખને ઉપાય હૃદયમાં વિચારે છે તે જીવ પરિણામે વિકાર વિનાનું સુખ મેળવે છે. સાધારણ સુખ તે ક્ષણિક અને પરિણામે દુઃખ કરનાર હોય છે પણ આ ભાવનાવાળાને પરિણામે પણ સુંદર સુખને અનુભવ થાય છે. આ ભાવના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે. ઘણું જીવો પિતાનું ભરણપોષણ કરવામાં જ જીવનની સફળતા માને છે. તિય વગેરે પણ પિતાનું પેટ તો ભરે છે, પરંતુ તેમ નહિ થવા દેતાં પરોપકાર પરાયણ