________________
જેમ વૃષ્ટિ કરતાં ઉચ્ચ-નીચ સ્થાન જેતે નથી, ઉપકારીઓ પાત્રાપાત્રની દરકાર કરતા નથી, તે પછી આપના જેવા ત્રિભુવનનાયક દાતાશિરોમણિ મળ્યા છતાં અમે અસં. તુષ્ટ રહીએ એ બને જ કેમ? કદાપિ ન બને. અમે લીધા વિના છોડવાના નથી. વહેલા કે મેડા આપના સિવાય આ ત્રણ જગતમાં અમારું દારિદ્રય કઈ દૂર કરનાર નથી, માટે હે પરમાત્મા ! એકવાર આ સેવક સામી દૃષ્ટિ કરી, સંસારસમુદ્રથી શિધ્ર પાર ઉતારે. આપની મુદ્રા દેખતાં હજારેલાખે છેવો ભવના નિસ્તારને પામવા ભાગ્યશાળી થયા છે. આપની પ્રતિમા પણ જગતના દારિદ્રયને દૂર કરનારી છે, પાપના સમૂહને ભસ્મીભૂત કરનારી છે તેથી જ સુવિહિત પુરુષોએ આદરેલી છે અને વળી સ્તુતિ કરીને કેમ ખપાવી આત્મકલ્યાણ કરી ગયા છે. તે પ્રભુસ્તુતિના કે આ પ્રમાણે
ऐंद्रश्रेणिनता प्रतापभवनं भव्यांगिनेत्रामृतं । सिद्धांतोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता ॥ मृतिः स्फुर्तिमती सदा विजयते जनेश्वरी विस्फुरन्मोहोन्मादधनप्रमादमदिरामत्तैरनालोकिता ॥१॥ જિનેશ્વરની પ્રતિમા સદા જયવંતી વર્તે છે. તે પ્રતિમા કેવી છે? ઈન્દ્રના વર્ગથી નમાલી તથા પ્રતાપનું ઘર અને ભવ્ય પ્રાણીઓના નેત્રોને અમૃતસમાન તથા સિદ્ધાંતના રહસ્યને જાણનાર વિચક્ષણ એ પ્રેમપૂર્વક પ્રમાણભૂત કરેલી અને વળી પ્રભાવશાલિની દેદીપ્યમાન આવી પરમાભાની મૂર્તિને મહામહના ઉન્માદથી તથા પ્રમાદરૂપી