________________
(૧૩૮) હકીકત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે કે –
अद्धाणं जो महंतं तु, अपाहिज्जो पवज्जइ । गच्छतो सो दुही होइ, छुहातन्हाहिं पीडिए ॥१॥
“જે મનુષ્ય મેટા લાંબા માર્ગમાં ભાતા વિના ગમન કરે છે, તે જાતે થકે ક્ષુધા અને તુષા વડે પીડા પામતે ઘણે જ દુઃખી થાય છે.”
વિવેચન-લાંબા માર્ગે જવું હોય તો સુજ્ઞ માણસ ભાતું લઈને જ ગમન કરે, પરંતુ લીધા વિના જાય તે મૂર્ખ કહેવાય. તેવી જ રીતે પરલેકમાં ગમન કરનાર છ ધર્મને સાથે ન ગ્રહણ કરે તે દુઃખી થાય; વળી મૂર્ખ કહેવાય તેમાં આશ્ચર્ય નથી. તે જ હકીકત સૂત્રકાર કહે છે કે –
एवं धम्मं अकाऊण, जो गच्छइ परं भवं । गच्छंतो सो दुही होइ, वाहिरोगेहिं पीडिए॥२॥
એ જ પ્રમાણે એટલે ભાતા વિના માર્ગમાં જતા પુરૂ ષની જેમ જે પુરૂષ ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે, તે વ્યાધિ અને રેગે વડે પીડા પામ્યા છતે દુઃખી થાય છે.”
હવે જે ભાતું લઈને જાય છે તેના ઉપર કહે છે કે – अद्धाणं जो महंत तु, सपाहिज्जो पवज्जइ । गच्छंतो सो सुही होइ छुहातन्हाहिं विवजिओ॥३॥
જે પુરૂષ મોટા લાંબા માર્ગમાં ભાતા સહિત ગમન કરે છે. તે પુરૂષ ક્ષુધાતૃષાથી રહિત થવાથી સુખી થાય છે.”
एवं धम्मपि काउणं, जो गच्छइ परं भवं । गच्छतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥४॥