________________
(૧૫૫) પડે છે, જે પિસાથી સર્ષ, ઉંદર વગેરેમાં ગતિ થાય છે, વળી જે પૈસા મરણ, રોગ વગેરે કેઈપણુ આપત્તિઓ દૂર કરવાને શકિતમાન નથી તે પૈસા ઉપર મેહ શા કામને?
વિવેચન-વ્યવહારમાં પૈસાદારને ખૂબ મોટાઈ આપી દેવામાં આવે છે. “વસુ વિના નર પશુ” વગેરે વ્યાવહારિક વાક્ય કેટલેક અંશે આડે માગે દેરનારા છે. શ્લોકના પ્રથમ પદમાં બહુ સરસ ભાવ બતાવ્યા છે. શત્રુ ધન લૂંટી જઈ તે જ ધનથી બળવાન થઈ તારી સામે વાપરે છે. પ્રતિવાસુદેવે મહામહેનત કરી ત્રણે ખંડનું રાજ્ય એકઠું કરે છે, તે વાસુદેવના ઉપયોગમાં આવે છે અને પ્રતિવાસુદેવનું ચક તેનું પોતાનું જ માથું છેદે છે. આવી રીતે આપણું પૈસાથી આપણે શત્રુ બળવાન થઈ શકે છે.
વળી બહુ લોભી પ્રાણીઓ મરણ પામીને પિતાના ધન ઉપર સર્પ, નેળીઆ, ઉંદર વગેરે થાય છે તે આપણે યુગાદિ દેશના વગેરે શાસ્ત્રમાં વાંચીએ છીએ. આ ભવમાં જ નહીં પરંતુ પરભવમાં પણ ઘણું દુઃખ દેનાર તિર્યંચ ગતિમાં ગમન કરાવનાર ધનને માટે મેહ કરે તે વિચારવા જેવું છે. ચક્રવતિ જેવા છ ખંડના કતા ચાલ્યા ગયા. તેને પણ પિસાએ બચાવ્યા નહીં. મોટા ધવંતરી વૈદ્યો-દાકતરને પણ અસાધ્ય વ્યાધિમાંથી ધન બચાવી શકતું નથી.
આ લેકમાં કે પરલોકમાં ધન બચાવી શકતું નથી. - - - - - - - 5...
પરત