________________
( ૧૬૧ ) ભેગું કરેલું ધન આનંદ નહિ આપે. પરભવ તે બગાડી જ મૂકશે. આ ભવમાં પણ અનેક પ્રકારના દોષથી વીંટાઈ જશે. કેઈ વિશ્વાસ પણ કરશે નહિ.
જુઓ ! ફક્ત એક રૂપિયાનું રૂએક વણિકે બે રૂપિયાનું કહીને એક ભરવાડને આપ્યું. એક રૂપિયે અનીતિ કરી પેદા કર્યો. તે રૂપિયાના ઘેબર ખાવા માટે મંગાવ્યા. ઘેર જમાઈ આવ્યા તે ઘેબર ખાઈ ગયે. શેઠ ઘેર આવ્યા, ઘેબર દીઠા નહિ. જમાઈ જમી જવાથી શેઠને વિચાર થયે: અરે! આ મેં શું કર્યું? ભરવાડને ઠગી રૂપિયે પેદા કર્યો, પાપ શિરપર ઓઢયું અને ઘેબર બીજે જમી ગયે! આ પ્રમાણે શુભ વિચારે થવાથી જ્ઞાનદશા જાગી, મુનિરાજને સમાગમ થયે, છેવટે વૈરાગ્ય પામી, લક્ષમી ઉપરથી મેહ ઉઠાવી, સંસારને ત્યાગ કરી આત્મશ્રેય કર્યું. જેવી રીતે તે શેઠે અનીતિ કરીને પાછળથી શુભ વિચારે થવાથી ઉચ્ચ કેટીનું કાર્ય કર્યું, અનીતિને દેશવટે દીધે, તેવી જ રીતે હે જીવ! તું કદાચ એકવાર બે વાર અનીતિ કરી ચૂક્યા હોય તે પણ હવે તેને પશ્ચાત્તાપ કરી ફરીથી તેમ ન કરવા ઉદ્યમવંત થા; પરંતુ હંમેશાં જે તે જ પ્રમાણે કર્યા કરીશ તો પછી પાપના બોજાથી કેવી રીતે હલકે થઈશ ? વળી કદાચ અજ્ઞાનતાથી દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય જે તારા ઘરમાં રહી ગયું ને તારી જિંદગી પૂરી થઈ ગઈ, અને પાછળથી પણ કદાચ કેઈએ ચૂકવ્યું નહિ તો તે દ્રવ્ય તારા અનેક જન્મને બગાડી મૂકશે. માટે કઈ દિવસ એક પૈસે પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે બીજા કેઈ પણ ધાર્મિક ખાતાને દેવા પેટે રાખીશ નહિ. જરા