________________
(૧૫૮) સ્વાદિષ્ટ-સારાં ભેજનને પણ દૂષિત કરે છે. સપત્નિના ચેમાં મનહર વાજિંત્રોને શબ્દ થતે તે પણ તેના કાનમાં પડતે, તે તીવ્રજવર જેવી વેદના કરતો હતે. એકંદર તેઓનાં ચૈત્યમાં સુંદર કાર્યો થતાં જોઈ કુંતલદેવી દુઃખી થતી હતી. આ પ્રમાણે દ્વેષના દુઃખથી પીડા પામતી, વ્યાધિ વડે તે અધિક પીડાવા લાગી. આ ભવમાં દુષ્ટકર્મ ઉદયમાં આવવાથી છેવટ દુષ્ટ અવસ્થાને પામી કે જેથી તેને જોઈ ચૂ...ઘૂ કરી સર્વ કેઈ નિંદા કરતું હતું. રાજાએ પણ દૂર કરી, છેવટ કાળધર્મ પામી ઈષ્યના જોરથી કૂતરી થઈ. ઈર્ષાળુ માણસ પુણ્યવાન હોય તે પણ તેની શુભ ગતિ થતી નથી. તે કૂતરી ચિત્યની અંદર વારંવાર આવજા કરવા લાગી કારણકે પૂર્વજન્મમાં અભ્યાસ કરેલ શુભ અથવા અશુભ, તે અન્ય જન્મમાં પ્રાપ્ત થાય છે. બીજી સર્વ રાણીઓ હર્ષથી પિતાના અને કુંતલદેવીનાં ચને પૂજી હતી, કારણ કે પુરુષોને કેઈપણ કાર્યમાં
આ મારું, આ પારકું એવી બુદ્ધિ હોતી નથી, તે પછી ધર્મકાર્યમાં તે કેમ જ હેય? કઈ વખત તે નગરના ઉદ્યાનમાં કેવલજ્ઞાની મુનિ પધાર્યા. તે સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત રાજાએ કેવલી પાસે જઈ પ્રણામ કર્યા, દેશનાને અંતે હર્ષ પામેલી રાણીઓએ ગુરુને પૂછ્યું: “તે પુણ્યશાળી કુંતલદેવી કયાં ઉપન્ન થઈ છે?” ગુરુએ કહ્યું કે “ઈર્ષાવડે તેને ગર્વ વૃદ્ધિ પામ્યું હતું તેથી તે કુંતલદેવીએ સર્વ પુણ્ય કમને મલીન કર્યું છે. ઘણા વિસ્તાર પામેલા મત્સરભાવથી બધેલા કુકર્મના યોગે મરીને પિતાના ચિત્યની સામે કૂતરી થઈ છે. સર્વ કાર્યોમાં ઈષ્યને ત્યાગ કરે જોઈએ. નહિ