________________
ભ્રમણ કરવું પડશે. સૂત્રને એક અક્ષર ઉત્થાપન કરનારને અનંત સંસારી કહ્યા છે તે પછી ઠેકાણે ઠેકાણે સૂત્રોમાં કહેલા જિનપ્રતિમાને વંદન કરવાના–પૂજા કરવાના અધિકારને ઉત્થાપન કરનારાઓને કેટલે સંસાર વધી જાય તે તીવ્રદષ્ટિથી સૂફમબુદ્ધિથી વિચારવું. કદાગ્રહ છેડી દે. પ્રથમથી પકડી રાખેલ અમારાથી કેમ મુકાય તેવા ખોટા કદાગ્રહમાં મૂંઝાઈ રહેવાથી આત્માને ભવચકમાં નરકાદિ દુર્ગતિનાં અસહા દુઃખ સહન કરવો પડશે. કદાગ્રહ મૂકવામાં તે દુઃખ લેશમાત્ર થતું નથી, પરંતુ ઊલટો આનંદ પ્રાપ્ત થાય છે. આત્મામાં નવીન જાગૃતિ આવે છે. ભવભ્રમણ નષ્ટ થાય છે. જુઓ જિન પ્રતિમાનાં દર્શન કરવાથી જ કેટલા ફાયદા થાય છે? કેવા કેવા છે બોષિબીજ પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ કરી ગયા છે? ૧ અભયકુમારે મોકલેલી ઇષભદેવસ્વામીની પ્રતિમા દેખી
આદ્રકુમાર પ્રતિબોધ પામ્યા અને સમ્યકત્વ રત્ન પ્રાપ્ત કરી
અનુક્રમે મુનિપણું અંગિકાર કરી આત્મકલ્યાણ કરી ગયા. ૨ દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્યભવસૂરિ,
શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામ્યા છે, “સિર્જામવાહવિપરિમહંસા પરિવો.” ઈત્યાદિ. ૩ શ્રી જિનપ્રતિમાની ભકિતથી શ્રી શાંતિનાથજીના જીવે
તીર્થંકર ગાત્ર બાંધ્યું છે. ૪ જિનભક્તિ કરવાથી જીવ તીર્થકર ગેત્ર બાંધે છે. આ
કથન શ્રી જ્ઞાતાસૂત્રમાં છે. જિનપ્રતિમાની પૂજા છે તે તીર્થકરની જ પૂજા છે અને તેથી વીસસ્થાનક મળે પેલા સ્થાનકનું આરાધન થાય છે.