________________
આવ્યું છે તેને જવા દઈશ નહિ. તું અનંતકાળથી અનાથ છે, તે ધર્મના પ્રભાવથી જ સનાથ થઈશ. અનંતકાળથી સંસારમાં ભ્રમણ કરતાં માતાપિતા, ભગિની, સ્ત્રી વગેરે કુટુંબાદિક તને શરણભૂત થયાં નથી. પરલોકમાં જતાં તેઓને તને આધાર નથી. જેથી શરણ રહિત એ તું ધર્મના પ્રભાવથી જ શરણવાળ થઈશ. જે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના વીસમા અધ્યયનમાં કહેલ અનાથી મુનિનું ગ્રહસ્થપણે રેગથી પીડાયેલાનું કેઈ શરણ થયું નહિ, જેથી તેઓએ શુભ વિચા
ને આત્મા સાથે જોડી દીધા અને સનાથ તેમ જ શરણવાળા થયા. તે દ્રષ્ટાંતનું બરાબર મનન કરજે. તેઓની નિસ્પૃહતા વગેરે જોઈ શ્રેણિક રાજા પણ ધર્મ પામ્યા તે અનાથી મુનિનું દ્રષ્ટાંત આ પ્રમાણે
અનાથી મુનિનું દષ્ટાંત એકદા ગજ અશ્વાદિથી અધિકવાળા તથા વૈર્યાદિક ઘણું રત્નવાળા મગધદેશના અધિપતિ શ્રેણિક રાજા અશ્વક્રિડાને માટે મંડિકુક્ષિ નામનાં વનમાં નીકળી પડયા. વનની શોભા ઘણી મને હારિણી હતી, નાના પ્રકારનાં વૃક્ષો વડે વન ઘણુંજ શોભી રહ્યું હતું. નાના પ્રકારનાં પક્ષીઓ તે વનનું સેવન કરતાં હતાં. તે પક્ષીઓના જુદા જુદા શબ્દો સંભળાતા હતા. નાના પ્રકારનાં પાણીનાં ઝરણું ઝરી રહ્યાં હતાં. તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરૂની નીચે મહાસમાધિવંત શરીરે સુકુમાળ એવા એક મુનિને તે શ્રેણિક રાજાએ દીઠા. તેનું અદ્દભૂત રૂપ દેખી રાજા મનમાં અત્યંત આનંદ પામ્યા અને ઉપમારહિત રૂપથી વિસ્મય પામી