________________
(૧૨) ૩. આહાર–અતિ ઘણે આહાર કરવાથી અજીર્ણ થઈ જાય છે ને તેથી આયુ ગુટી જાય છે.
૪. વેદના–નેત્રાદિમાં શૂલાદિ વગેરેની ઉત્કટ વેદના થવાથી આયુ ગુટે છે.
૫. પરાઘાત–વીજળી આદિના પરાઘાતથી આયુ ત્રુટી જાય છે.
૬. સ્પર્શ–શરીરને વિષે તેવા પ્રકારના ઉત્કટ ઝેરને સ્પર્શ થવાથી અથવા સપાદિકના સ્પર્શથી આયુ ત્રુટી જાય છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ મરી ગયા પછી, તેના પુત્ર સ્ત્રીરત્ન પાસે ભેગની પ્રાર્થના કરતાં તેણે કહ્યું કે “મારે સ્પર્શ તું નહિ સહન કરી શકે, જે તને ખાત્રી કરી આપું.” એમ કહી એક ઘેડાને કેડ સુધી તે સ્ત્રીરને સ્પર્શ કર્યો, જેથી વીર્યના ક્ષયવડે તે અશ્વ તરત જ મરણ પામે. ચક્રવતિની સ્ત્રી કામ વિકારથી બીજાને સ્પર્શ કરે તે બીજે સહન ન કરી શકે. મૃત્યુ પામે. જેથી સ્પર્શ પણ આયુને તેડનાર છે.
૭. ધામેચ્છવાસ–ફેરફાર લેવાવાથી કે વધારે લેવાવાથી આયુ તેડી નાખે છે.
આ સાતે નિમિત્તો સેપક્રમ આયુવાળાનું આયુ તેડનારાં છે, અહીં કદાચ કઈ શંકા કરે કે –“ આયુ તે વળી તૂટતું હશે, જેટલા વરસનું બાંધ્યું હોય તેટલું ભગવે. તેને વધઘટ કેઈ કરનારનથી.” તેના ઉત્તરમાં લેક પ્રકાશ વગેરે શાસ્ત્રમાં કહ્યું છે કે, જેમ લુગડું પાણીથી ભીંજવી ખૂબ લીલું કર્યા પછી વાળીને તે કપડું એક બાજુ રાખી મૂકીએ તે સુકાય તે ખરૂં પણ લાંબા ટાઈમે સુકાય. પરંતુ જે તે