________________
(૧૩૧) જીએ પાછા હઠવું. પ્રથમનો જે રાગ, તે રૂપાદિ દેખવાથી ઉત્પન્ન થયેલ સ્વરૂપ જાણું અને આ ચીપત્રકલત્રાદિ ઉપર જે રાગ તે સ્નેહ જાણવે. આ રને જીવને બહુ ભવમાં ભટકાવનાર થાય છે. વળી કેટલીકવાર કેટલાક લક્ષમીને વિરોગ થવાથી બહુ જ મુંઝાઈ જાય છે. જાણે કે મારૂં તમામ ગયું પરંતુ મૂખ એટલું વિચારતા નથી કે, જન્મે ત્યારે શું લાવ્યું હતું? અને મરીશ ત્યારે શું લઈ જઈશ? માટે શા માટે ગભરાય છે ? લક્ષ્મી ગઈ તે ગઈ, તારા નસીબમાં નહતી. તારું પુણ્ય પ્રબળ હોત તે જાત નહિ. પુણ્ય ઓછું થયું તે ગઈ, માટે પુણ્ય બરાબર ઉપાર્જન કર! આવી રીતે આત્માને સમજાવીને શાંત કરવાથી શાંતિ થાય છે અને બહુ રાગ વડે ઉદ્વેગ કરવાથી મૃત્યુને શરણ થવાય છે. તે પણ આવા રાગની અંદર અંતભૂત થાય છે. આ ત્રણે પ્રકારના અધ્યવસાય આયુને તેડી નાખે છે. ૨. બીજો ઉપકમ-નિમિત્ત-દંડ, શસ્ત્ર,
રજુ, અગ્નિ, પાણી, ઝેર, સર્પ, શીત, ઉષ્ણ, અરતિ, ભય, ક્ષુધા, તૃષા, ઘસાવું, પીલાવું ઈત્યાદિ નિમિત્તથી આયુ ત્રુટી જાય છે.
જેમ કેઈને માથામાં દંડ વાગે ને તે મૃત્યુ પામ્યું. રૂદ્રદેવે અનિશિખા નામની પિતાની સ્ત્રીને માથામાં દંડ મારવાથી તે મરણ પામી, તેની જેમ કેઈ શસ્ત્ર લાગવાથી યુદ્ધાદિકમાં મરણ પામે,કોઈ ગળે દેરડાંને ફાંસો ખાઈ મરણ પામે, કેઈ અગ્નિથી બળીને, કઈ જળમાં ડૂબીને, કેઈ ઝેર ખાઈને, કેઈ સર્પ કરડવાથી, કેઈ શીતથી, કેઈ ઉષ્ણતાથી, કોઈ સુધાથી, કોઈ તૃષાથી વગેરે નિમિત્તે પામીને મરી જાય છે. આ નિમિત્તે આયુને તેડી નાખે છે.