________________
(૧૧૭. મનમાં તેમની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! આ મુનિને કે અદ્દભૂત વર્ણ છે ? અહા ! કેવું મનોહર રૂપ છે ? અહો ! આ મુનિ કેવા આશ્ચર્યકારક ક્ષમાના ધરનાર છે ? અહો આ મુનિનાં અંગમાં વૈરાગ્ય કેટલે ભરેલું છે ? અહે! આ મુનિમાં કેટલી નિલભતા ઝળહળી રહી છે ? ઈત્યાદિક અનેક પ્રકારે ચિંતવતાં, ખુશી થતાં, સ્તુતિ કરતાં, ધીમેથી ચાલતાં, પ્રદક્ષિણ દઈ તે મુનિને વંદન કરી, અતિ સમીપ નહિ તેમ અતિ દૂર નહિ તેવી રીતે બેઠા પછી બે હાથ જોડી વિનયપૂર્વક મુનિરાજને પૂછયું- હે મહારાજ ! તમે પ્રશંસા કરવા લાયક તરૂણ છે, ભેગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે, સંસારમાં નાના પ્રકારનાં સુખે રહ્યાં છે, તે સઘળાંને ત્યાગ કરી મુનિપણમાં અતીવ ઉદ્યમ કરે છે તેનું શું કારણ? તે મને અનુગ્રહ કરીને કહે.”
રાજાનાં આવા પ્રકારનાં વચને સાંભળી મુનિરાજે કહ્યુંહે રાજન! હું અનાથ હો, હે મહારાજ ! મને અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરાવનારતથા ગ્ય-ક્ષેમને કરનાર, મારા ઉપર અનુકંપા આણનાર, પરમસુખને દેનાર મિત્ર કેઈ ન થયો, એ કારણથી - હું અનાથ હતો. આવા પ્રકારનાં વચન સાંભળી શ્રેણિકને હસવું આવ્યું અને શ્રેણિકે કહ્યું કે તમારે મહાકદ્ધિવંતનેનાથ કેમ ન હોય? જે કઈ તમારો નાથ ન હોય તે હું પોતે થાઉ છું. તમે આ સંસારના લેગ ભેગ. મિત્રજ્ઞાતી સહિત દુર્લભ એવે તમારે મનુષ્યભવ સફળ કર.” અનાથી મુનિએ કહ્યું – હે શ્રેણિક મગધદેશના રાજા ! તું પોતે જ અનાથ છે તે મારે નાથ કેમ થઈશ ? નિધન હોય તે ધનાઢ્ય કેવી રીતે બનાવે ? બુદ્ધિરહિત બુદ્ધિદાન કયાંથી આપે? વંધ્યા સ્ત્રી