________________
(૧૨૫)
ગુરૂના ચરણે જવુ જોઇએ તેમનાં વચન સાંભળવાં જોઈએ સદ્ગુરૂના સમાગમ વિના અને તેમના મતાવેલ માર્ગે ચાલ્યા સિવાય તારા છૂટકો નથી. તે સિવાય તારી ભવ ભ્રમણના નિસ્તાર થવાના નથી. વીર પ્રભુની વાણીના સ્વાદ સદ્ગુરૂના સંગથી જો કરીશ તા જ સાચા સુખના અનુભવ કરી શકીશ. વળી તુ' જાણે છે કે જેવું કરે તેવું પામે’છતાં પારકી નિંદ્યા કરી પાપથી પેટ ભરવા તૈયાર થાય છે. અને આત્મ નિદા તેા કરતા નથી. તેા પછી સંસાર સમુદ્ર કેવી રીતે તરીશ માટે તેને ઊંડા વિચાર કરી પારકી નિંદા કરવાની ટેવ પણ જરૂર કાઢી રાખજે. અને વારવાર આત્માને હિત શિક્ષા આપવા તૈયાર રહેજે. પ્રભાતે વહેલા ઊઠી ધમ ભાવનાના ઉચ્ચ વિચારા જેવા શાંત ચિત્તથી થાય છે, તેવા શુભ વિચારા બીજા ટાઈમ થવા પ્રાયઃ મુશ્કેલ છે. માટે સવારમાં કલાક બે કલાકના ટાઇમ આત્મ ભાવનામાં કાઢ. સામાયિક, પ્રતિક્રમણ, પુસ્તકવાચન, વગેરેથી, સમય સફલ કર અને પ્રમાદને છેાડ, નીચેની હકીકત ધ્યાનમાં લઇ ખૂબ મનન કર.
હિતાપદેશ
જેવી રીતેક્ષુધા લાગે તેા ખાવા માટે, તૃષા લાગે તેા પીવા માટે, પૈસા કમાવા માટે, પુત્રપુત્રીએની સારસંભાળ માટે, સ'સારનાં મજૂરી રૂપ કાર્યોંમાં તેા કોઇને કાંઈ પૂછ્યું જ પડતું નથી, જલતી પ્રવૃત્તિ થાય છે; તે પછી આ આત્મા અનાદિ કાળથી સંસારરૂપી બંદીખાનામાં પડયા છે; તે તેને છેડાનવા માટે થાડા પણ ઉદ્યમ કેમ કરતા નથી ? હું ચેતન !