________________
(૧૧૩) ૫ જિનપ્રતિમાને પૂજવાથી સંસારને ક્ષય થઈ જાય છે.
એમ શ્રી આવશ્યકસૂત્રમાં કહ્યું છે.' ૬ જિનપ્રતિમાને પૂજવાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ
શ્રીરાયણસૂત્રમાં કહ્યું છે. છ ગણધર મહારાજાના સત્તરે પુત્રે સત્તરે ભેદમાંથી એક પ્રકારે જિનપૂજા કરી છે અને તે જિનપૂજાથી તે જ ભવે મોક્ષે ગયા છે. આ અધિકાર સત્તરભેદી પૂજાના ચરિત્રમાં
છે અને સત્તર ભેદી પૂજા શ્રી રાયપાસેણ સૂત્રમાં કહેલી છે. ૮ નાગકેતુ શ્રીજિનેશ્વરની પૂજા કરતાં શુદ્ધ ભાવનાવડે
કેવળજ્ઞાન પામ્યા હતા. ૯ દુર્ગાનારી પરમાત્માની ફૂલની પૂજા કરતાં કેવળજ્ઞાન
પામી હતી. - શ્રીદશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે કે -- ભીંત ઉપર ીની મૂર્તિ ચિતરેલી હોય, તે મુનિઓએ જેવી નહિ. કારણ કે તેને દેખવાથી વિકાર ઉત્પન્ન થવાને સંભવ.”
चित्तमित्तिं न निज्ज्ञाए, नारिं वा सुअलंकियं । मक्खरं पिव दिएणं, दिदि पडिसमाहरे ॥१॥
અથ_“ચિત્રામણની ભીંત સ્ત્રીથી અલંકૃત હોય તે તેને જેવી નહિ. કારણે જે તે વિકાર થવાના હેતુભૂત છે. જેમ સૂર્ય સામું જોઈ દૃષ્ટિ સંહરી લઈએ છીએ, તેની પેઠે ચિત્રામણની સ્ત્રી દેખીને દૃષ્ટિ સંહરી લેવી.”
જુઓ ! વિચાર કરે ! જેમ ચિત્રામણની સ્ત્રી દેખવાથી કામવિકાર ઉત્પન્ન થાય છે તેવી જ રીતે શાંતરસથી ભરપૂર પરમાત્માની મૂર્તિ દેખતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય તેમાં