________________
કયા જીવેને મુગ્ધ ન કરે? ખરી રીતે વિચાર કરતાં છે. પરમાત્મા! અમે આપને નજરે જોયા નથી, એટલું જ નહિ પણ દુનિયામાં ઈશ્વર તરીકે પૂજાતા અન્ય દેવને પણ પ્રત્યક્ષ નિહાળ્યા નથી, અથવા આપ અમારા બંધ છે અને અન્ય દેવે અમારા શત્રુ છે તેવું પણ નથી. અમે આપના પવિત્ર શાસનમાં પેદા થયા માટે તમારા વચનનો પક્ષપાત કરે, એ પણ અમોને લેશમાત્ર મોહ નથી. અમે આપના તથા અન્ય દેના ચરિત્રો જાણીને તપાસ કરીએ છીએ, હૃદયમાં ઠસાવીએ છીએ અને ઊંડા ઊતરી વિચાર કરીએ છીએ ત્યારે આપનું જ ચરિત્ર પરસ્પર વિરોધ વિનાનું અને ઈશ્વરપણાના ગુણની પ્રતીતિ કરાવનારું માલુમ પડે છે. કારણ કે સર્વજ્ઞાપણું, રાગદ્વેષરહિતપણું, લયપૂજ્યતા અને યથાર્થ ઉપદેશકપણું આદિ પવિત્ર ગુણે જેનામાં હોય તે જ દેવ સર્વ પૂજ્ય પુરુષમાં શિરમણિ કહેવાય. અને તેવા સર્વ ગુણે હે પ્રભુ વીર! આપનામાં વિદ્યમાન હોવાથી અમે આપની ઉપર મુગ્ધ બન્યા છીએ અને આપના પવિત્ર શાસનને આશ્રય કરી રહ્યા છીએ. અમારી નસેનસમાં અને રોમેરેામમાં એ જ પવિત્ર ભાવનાને ધોધ વહી રહ્યો છે કે જેને પ્રભાવે ચક્રવર્તિની ત્રાદ્ધિ તે શું પણ ત્રણ ભુવનનું સામ્રાજ્ય પણ તમારા શાસનના અભાવેતમારી આજ્ઞાના ખંડનવડે પ્રાપ્ત થતું હોય તે દૂર ફેંકી દેવા તૈયાર છીએ. ભલે દરિદ્વી રહીએ, ઘેરઘેર ભીખ માગીને ઉદરપૂર્ણ કરવી પડે, પરંતુ આપની આજ્ઞાનું બહુમાનપૂર્વક પાલન થતું હોય તો તે એકવાર નહિ પરંતુ કરડવાર