________________
(૯૧) ઘેર પરિસહ ઉપસર્ગોને સહન કરી, આત્મિક ખજાને, કેવળ જ્ઞાન, કેવળદર્શનરૂપ પ્રાપ્ત કરીને કાલેકનું સ્વરૂપ એક સમયમાં અવકન કરી, ઘણું જીવોને ધર્મોપદેશ આપી, દુર્ગતિમાં જતા બચાવ્યા છે. અર્જુનમાળી જેવા ઘોર પાપીએને પાપથી મુક્ત કરી સિદ્ધિસુખને પમાડયા છે. ધન્ય છે આ પ્રભુના શરીરને!” આ પ્રમાણે પ્રભુપ્રતિમા નિહાળવાથી સાક્ષાત પ્રભુના ગુણ યાદ આવે છે ને તે પ્રમાણે પ્રભુના ગુણ યાદ આવવાથી જીવ પાપરહિત થઈ આત્મય જલદી કરી શકે છે.
પરમાત્મા મહાવીરના ગુણ પ્રભુ મહાવીર પરમાત્મા–પરમ ગીશ્વર આજથી પચીસસે વર્ષ ઉપર આ ભારતવર્ષને પિતાના ચરણકમળથી પવિત્ર કરી રહ્યા હતા. તેઓ અહિંસાના તે પિતા જ હતા, તેમનું એશ્વર્ય, ઠકુરાઈ, બળ અને પ્રભુતા વગેરે પરેપકારને માટે જ હતું. પારાવાર પરાક્રમ હોવા છતાં ક્ષમાના સાગર હતા. કાલેકના ત્રણે કાળના ભાવે એક સમયમાં દેખનારા હતા. ત્રિભુવનનું સામ્રાજ્ય હોવા છતાં કેવળ નિર્મોહી અને નિરાભિમાની હતા. દાતારમાં શિરોમણિ, સહિષ્ણુતામાં આસાધારણ, જિતેન્દ્રિયમાં મહાન અને અપરાધીઓ ઉપર પણ ઉપકાર કરનાર હતા. જગતના જીવનું કલ્યાણ કેમ થાય ? સર્વ જી પાપથી કેમ મુક્ત થાય? અવિનાશી સુખ પ્રાપ્ત કરવા તત્વના રસિક કેમ બને તે માટે તેમનું અહનિશ લયબિંદુ હતું. ધીરતામાં–વીરતામાં–ત્રણ લેકને ધ્રુજાવવામાં સમર્થ હતા. તેમનું ચારિત્ર અલૌકિક હતું. તેમનું સંયમબળ-આત્મબળ અવર્ણનીય હતું.