________________
(૮૯)
ઝાઝેરુ–દેવગતિનું આયુ બંધાય. પુણ્યનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય, પછીથી પણ શુભ ગતિ પ્રાપ્ત થાય. ઈત્યાદિક સામાયિકનાં ફળનું પ્રમાદાદિ દોષોથી નુકસાન થાય. બરાબર સામાયિક નહિ થવાથી જે તેટલી ઓટ જાય તે તેના માટે આત્માને આઘાત પહોંચે કે નહિ ? અને જે આઘાત પહોંચે તે વ્યાપારની માફક સામાયિકમાં પણ નુકસાન ન થાય. તેવી જ રીતે ઉપગપૂર્વક દેષરહિત સામાયિક કરી, વિકથાઓને દૂર કરી, આમજાગ્રતિ કરી, શુભ ભાવના ઉપર આરુઢ થવું જોઈએ!
શુભ ભાવનાને પ્રાપ્ત કરવા માટે આ પંચમ કાળમાં તે જિનપ્રતિમા અને જિનઆગમ સિવાય બીજું કાંઈ આ જીવને તરવાનું સાધન નથી. માટે હે આત્મા ! જિનપ્રતિમા ઘણું સૂત્ર સિદ્ધાંતમાં તીર્થકર ગણધરોએ બતાવેલી છે, તેનું તું અવલંબન કર. જિનપ્રતિમાને દેખી પ્રભુના ગુણ તને બહુ જ યાદ આવશે અને પ્રભુના ગુણ યાદ આવવાથી તેને તેવા ગુણ પ્રાપ્ત કરવાની ભાવના જાગ્રત થશે. તેથી અનંત કાળનાં ઘણું કર્મો ભમીભૂત થશે. સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થશે. અનુક્રમે મોક્ષસુખ પણ મેળવી શકીશ. પરમાત્માના દર્શન કરતાં શું વિચારવું? કેવી રીતે દર્શન કરવાં? તે હકીકત હવે સમજાવીએ છીએ.
જિનપ્રતિમાનાં દર્શન કેવી રીતે કરવી ?
પરમાત્માનાં દર્શન કરવા માટે શુદ્ધ ચેખાં વસ્ત્રાદિક પહેરીને જવું. દેરાસરજીમાં પ્રવેશ કરતાં નિસિહી વગેરે દશત્રિકે જાળવવા. પાંચ અભિગમ સાચવવા. પ્રભુ સામી દષ્ટિ રાખવી, આડુંઅવળું જેવું નહિ, પરમાત્માની સન્મુખ