________________
અવસ્થામાં ચેરી કેવી રીતે થશે? માટે રાહ જોઈએ. અહીં પેલા શ્રાવકે ચોરને જોઈને વિચાર્યું કે “દ્રવ્ય તે ઘણું ભવમાં મળશે, આ ભવમાં પણ દ્રવ્ય ઘણી વાર આવ્યું ને ગયું, પરંતુ જે સામાયિકમાં મેળવેલા જ્ઞાનાદિ દ્રવ્યને ક્રોધાદિક ચોરે લુંટી લેશે તે પછી તું શું કરીશ? માટે ભાવદ્રવ્ય બચાવવું તે જ શ્રેષ્ઠ છે. ભાવદ્રવ્ય હશે તે તમામ વસ્તુ સુલભ છે.” આ પ્રમાણે વિચાર કરી તે શ્રાવક ઉપરાઉપરી સામાયિક કરવા લાગ્યો. તથા વારંવાર નવકાર મંત્ર ભણવા લાગે. તે સાંભળીને ચેરેમાંથી ચાર ચેરને ઉહાપોહ કરતાં જાતિમરણ-જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ઘણું ભવ પહેલાં જે ધર્માનુષ્ઠાન કરેલું અને ભણેલું તે સાંભરી આવ્યું. તેથી તે ચિરોને શુભ વિચારે પ્રગટયા, પિતાની ભૂલ દષ્ટિમાર્ગમાં આવી. જેથી વિચારવા લાગ્યા કે પરધનની ઈચ્છા કરનારા આપણને ધિક્કાર છે ! ચોરી કર્યાથી બાહ્ય પોદ્દગલિક દ્રવ્ય આવે છે પરંતુ ભાવન-જ્ઞાનાદિ આત્માની સાચી લક્ષ્મી ચાલી જાય છે, તે આ જીવ તપાસતો નથી. અહે ! આ શ્રાવકને ધન્ય છે ! જે આપણને જોતાં છતાં પણ પિતાનું લક્ષ છેડતું નથી. આ પ્રમાણે પરગુણની પ્રશંસા કરતાં અને આત્માની લઘુતા ભાવતાં, મનને સ્થિર કરતાં તેમણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને ચેરી વગેરેનું પ્રત્યાખ્યાન કર્યું, તેથી દેશવિરતિપણું ત્યાં જ પ્રાપ્ત થયું અને વૈરાગ્યની વૃદ્ધિ થવાથી ખડગ વગેરે દૂર મૂકી તીવ્ર શુભ અધ્યવસાયથી સર્વ વિરતિપણું પણ પ્રાપ્ત કર્યું. પછી અનુક્રમે શુભ ભાવનાએ ચડતાં આઠમા નવમાં ગુણઠાણે ચઢી ક્ષપકશ્રેણિ