________________
(૬૫)
માટે દીન મુખે થઈ દશ દિશાઓ પ્રતિ દષ્ટિ ફેંકતા વલખાં મારી રહ્યા છે પરંતુ કેઈ શરણ થતું નથી; તો હે ચેતન! તેઓની પાસે તું શી ગણતરીમાં છે? આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ સંસારમાં ખરું શરણ નિર્ભય આનંદ આપનાર ધર્મ જ છે. ધર્મની દિવ્ય સત્તા નીચે આવેલ આત્મા નિરાબાધ સદા સુખી રહે છે. તે ચોક્કસ લક્ષમાં લઈ ધર્મનું શરણ કરવા તત્પર થા.
ત્રીજી સંસાર ભાવના ચેતન ! જે તું આ સંસાર ભાવના ભાવીશ તે તારા મનુષ્ય જીવનની ઉપર કઈ દિવ્ય પ્રભા પડશે. તારા જીવનને સન્માર્ગ દર્શાવનારી અને ખરા કર્તવ્યની દિશા તરફ દેરનારી આ સંસાર ભાવનાને જે તારા હૃદય ઉપર આરૂઢ કરીશ તે તારી આગળ આ સંસારનું શુદ્ધ સ્વરૂપ સ્વતઃ પ્રગટ થઈ આવશે, તે તને દર્પણની જેમ દેખાઈ આવશે, તે સાથે આ ભવાટવિ કેવી ભયંકર છે અને તેની અંદર પ્રાણીઓની શી સ્થિતિ થાય છે તે તમામ સ્વરૂપ તારી સમક્ષ સાક્ષાત્કાર થઈ આવશે તેને વિચાર કરજે. અજ્ઞાનના આવરણથી આવર્ત થયેલ અને મિથ્યાત્વના ઉદયથી અચેતન જે બની ગયેલે જીવ પોતાના જીવનની સુધારણાના સત્ય માગને શોધી શકતે નથી તેથી તે ચતુર્ગતિરૂપ વિકટ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. કર્મનાં દઢ બંધનથી પરાધીન થયેલા પ્રાણીને જે ઘેર દુખે ગવવાં પડે છે તે તો અનંત કાળથી ચાલ્યાં આવે છે. કર્માધીન સંસારી,