________________
જીવે અનંત પુદ્ગલ પરાવર્તન કરેલાં છે તેનું સ્વરૂપ પ્રથમ બતાવી દીધું છે. વળી કઈ વાર શુભકમને ઉદય થઈ આવે તો પુન્યની પ્રબળતાથી વિમાનવાસી બની જાય છે. પરંતુ ત્યાં પણ તેમને સ્થિર વાસ નથી. સ્થિતિ પૂરી થઈ રહ્યા પછી તુરત જ ત્યાંથી ચલાયમાન થવું પડે છે. ત્યાંથી ચવી તે આ વિશ્વમંડળમાં અથડાયા કરે છે. કેઈ વાર પાપકર્મના પ્રબળ ઉદયથી નરકભૂમિમાં સુધા, તૃષા, તાપ, ટાઢ અને તજના પ્રમુખ અસહ્ય દુઃખ સહન કરવો પડે છે, જે દુઃખનું શ્રવણ કરતાં કંપારી છૂટે છે. કદાચિત તિર્યંચની નિમાં પણ પરાધીનતા વગેરેનું ઘણું કષ્ટ સહન કરવું પડે છે. હે ચેતન! બીજી ગતિઓની વાત તો દૂર રહી પરંતુ ચિંતામણી સમાન ગણાતા મનુષ્ય જીવનને તો ખાસ તું વિચાર કર. કેટલાક તો પશુ સમાન અજ્ઞાન અવસ્થામાં જ પિતાનું જીવન પૂરું કરે છે. કેટલાકને જન્મતાં જ માતાપિતાને વિયોગ થાય છે. કેટલાક વળી ક્ષુધા, તૃષા અને તિરસ્કારની પીડાઓ પૂર્વક જીવન પર્યંત દાસપણું કરે છે. ત્યારે વળી કેટલાક તે વિવિધ પ્રકારના રોગથી પીડાઈ રહેલા હોય છે. તે તમામ મનુષ્યની સ્થિતિનું અવલોકન કર; જેથી તેને સત્ય વસ્તુનું ભાન થાય. આ સંસારમાં એવી કઈ જાતિ છે અને વળી એવી કઈ યોનિ છે કે જે જાતિ અને એનિમાં તું જ નથી. એટલું જ નહિ પરંતુ જેને તું પ્રેમનાં સ્થાનરૂપ–ભેગવિલાસની ભૂમિરૂપ માને છે તે સ્ત્રી કેઈવાર તારી માતા પણ થઈ ચૂકી છે. વળી માતા તે સ્ત્રી થઈ ચૂકી છે. પિતા તે પુત્ર ને પુત્ર તે પિતા; એવી રીતે અકેક જીવની સાથે અનંત સગપણ થયાં છે.