________________
(૭૫) જેથી સંસારમાં રોથાં ખાધાં. જે એકવાર પણ બધિરત્ન પ્રાપ્ત થયું હોત તે આટલે કાળ ભ્રમણ કરવું ન પડત. સંસારની તમામ પદ્દગલિક વસ્તુ તને મળી ચૂકી હશે. પરંતુ સમ્યકત્વરત્ન બહુ જ દુર્લભ થઈ પડયું. જે છે સિદ્ધ થયા, થાય છે અને થશે, તે તમામ સભ્યફત્વનાં માહામ્યથી જ થયા છે. આ સમ્યક્ત્વ રત્ન પામવા માટે મનુષ્યગતિ સર્વોત્તમ સાધન છે. માટે મહામૂલ્યવાળી આવી શુભ સામગ્રી પામો સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરવા હે આત્મા ! સારી રીતે યત્ન કરજે. જેથી તારી આ માનવભવની મુસાફરી સફળ થશે. આ બાબતની વિશેષ હકીકત સમ્ય કુત્વની પ્રાપ્તિમાં આગળ ઉપર વર્ણવેલી છે ત્યાંથી જઈલેવી.
બારમી ધર્મ દુર્લભ ભાવના આ જીવને જયારે બધિ બીજની પ્રાપ્તિ થાય ત્યારે જ ધર્મ આરાધના કરવાની બરાબર રુચિ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વરૂપ અંધકાર આત્મામાં છવાઈ રહેલું હોય ત્યાં સુધી જીવને શુદ્ધ માર્ગ દૃષ્ટિગોચર થતું નથી. આ હતુ માટે સમ્યકત્વ પામ્યા પછી ધર્મનું આરાધન બરાબર કરાય છે. આ ધર્મભાવના જીવને ઘણું કઠિન છે. સંસારની વાસનાથી વાસિત થયેલા આત્માને વિષય, કષાય, સ્ત્રી પુત્ર અને ધનાદિકમાં જેવી પ્રીતિ થાય છે, તેવી જે ધર્મ પ્રત્યે થાય તે આ સંસારનાં સમગ્ર દુઃખેને નાશ કરવાને તે આત્મા સમર્થ થાય છે. આવા ઉત્તમ ધર્મને માટે પ્રત્યેક ભવ્ય પ્રાણીઓએ આદર કરે જોઈએ. જે જીવે આવા