________________
અસ્થિર છે, તેને જવું હશે ત્યારે રાખી પણ રહેવાની નથી, અને લક્ષ્મી માટે શાસ્ત્રકાર કહે છે કે –
न याति दीयमानापि, श्रीश्चेद्दीयत एव तत् । तिष्ठत्यदीयमानापि, नो चेदीयत एव तत् ॥१॥
અથ : જે લક્ષમી દાનમાં આપતાં થકાં પણ ખૂટતી નથી તે દાન દેવામાં વિલંબ ન કરે, વળી દાન કે ભેગમાં લક્ષ્મી નહિ વાપરતાં છતાં પણ રહેતી નથી તે પછી શા માટે ઉદાર વૃત્તિથી ન વાપરવી અર્થાત્ વાપરે જ રાખવી. કેમકે લક્ષ્મી વાપરતાં થકાં ખૂટતી જ નથી, તેથી જેટલી સત્કાર્યમાં વાપરી તેટલી જ સાચી લક્ષ્મી છે. માટે મારી શક્તિના પ્રમાણમાં હું પણ લખાવું. મારે લીધે બીજા પણ સારી રકમ ભરશે. તેને નિમિત્તભૂત હું થઈશ. વળી આ ભવમાં જે લક્ષમી મળે છે તે પૂર્વ ભવના પુણ્યથી જ મળે છે, માટે આ ભવમાં પુણ્ય કરીશ તો આવતા ભવમાં લક્ષ્મી મળશે, અને કૃપણુતા કરવાથી લોકે હાંસી કરશે.” આવા સુંદર વિચારે જ્યાં પ્રગટ થયા ત્યાં કૃપણ કાઠિયાનું જેર હઠયું કે તુરત તેને જીતી લીધાના મેહરાજાને સમાચાર પહોંચ્યા મોહરાજા પાસે બીજા ઉમરાવ હજી ઘણું છે. તેથી તેણે બીજા સાત ઉમરાવને અનુક્રમે મેકલીને ધર્મ શ્રવણ કરતાં ભવી જીવને અટકાવ્યો, હવે આ સાતને વિશેષ ઉલ્લેખ નહિ કરતાં સંક્ષેપથી જ બતાવીશું. ૭ સાતમ-શેક કાઠિયે ૧૧ અરતિ કાઠિયે. ૮ આઠમે–લેભ કાઠિયા. [ ૧૨ અજ્ઞાન કાઠિયા. ૯ નવમે--ભય કાઠિય. ૧૦ દશમો–રતિ કાઠિ. ! ૧૩ કુતૂહલ કાઠિય.