________________
(૪૦) કેડી અબજ ખવ અસંખ્ય, ધરાપતિ હેકી ચાહ લગેગી; સ્વર્ગ પાતાલકે રાજ્ય કરે, તૃષ્ણ અધિકી અતિ આગ લગેગી સુંદર એક સંતોષ વિના, શઠ તેરી તે ભુખ કભી ન ભોગી.
આવી રીતે સંતેષ વિના ઈચ્છાની તૃપ્તિ થતી નથી. કદાચ સ્વયંભૂરમણ સમુદ્રને પાર પામી શકાય. પરંતુ લોભ સમુદ્રને પાર પામે ઘણું જ મુશકેલ થઈ પડે છે, જેથી ઢંગધડા વિનાનું જીવન પૂર્ણ થઈ જાય છે, પૌગલિક વસ્તુની પ્રાપ્તિમાં કઈ પણ પ્રકારને ખરે આનંદ છે જ નહિ. આથી વસ્તુપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિ ખરૂં સાકય હોઈ શકે જ નહિ, કારણ કે તે નાશવંત સ્વભાવવાળું છે. ત્યારે આ બધી પ્રવૃત્તિ શા માટે? આ તમામ ધમાલ કેને માટે? આ બાબતનું અંતિમ લક્ષ્ય શું સમજવું? કાંઈક વધારે મનન કરે, વિચાર કરે, દીર્ઘદશી પણે અવકન કરો. વિચાર કરતાં ધનપ્રાપ્તિના અંગે છેવટ આ ધમાલ પગલિક જ દષ્ટિગોચર થશે. કીર્તિને માટે જે પ્રવૃત્તિ કરવી તે પણ ત્યાગ કરવા લાયક છે, કારણ કે તે માન કષાયને ભેદ હોવાથી પોગલિક છે, અને નામ તો કોઈનું અમર રહે વાનું નથી. રહ્યું નથી. કીર્તિની ખાતર જે જે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તે પણ બરાબર પૂરેપૂરી ફળવતી થતી નથી. પૌગલિક વસ્તુની આસક્તિને લીધે તેનું ત્યાજ્ય સ્વરૂપ સમજયા પછી પણ ઘણુંખરા ત્યાગ કરી શક્તા નથી. તેટલા માટે જ ચિદાનંદજી મહારાજ કહે છે કે “હે ચેતન ! તું અજ્ઞાનીની માફક ભૂલો પડી કયાં ભટક્યા કરે છે ? જરા વિચાર તો કર. તારા માર્ગનું અવલોકન કર. માગથી ભૂલા પડેલા વટેમાર્ગુની માફક આડા અવળા રસ્તે