________________
(૬) પ્રથમ અનિત્ય ભાવના આ સંસારના કર્મ બંધનકારક પદાર્થો અને આડંબરી દેખાવે ને તિરસ્કાર કરાવનારી સર્વ પ્રકારના સાંસારિક ભાવની અસ્થિરતાને સિદ્ધ કરનારી અને આત્માના ઉન્નત માર્ગને દર્શાવનારી ભાવનાને અનિત્ય ભાવના કહેવાય છે. આ ’ ભાવનાને ભાવવા માટે નીચેનાં વાક્ય, હે ચેતન ! તારી હુદયભૂમિકામાં સ્થાપન કર. હે ચેતન! આ અનિત્ય ભાવના ભાવતાં પ્રથમ તું તારા આત્માને પ્રતિબંધ આપજે, કે હે આત્મા! તું આ સંસારના ખોટા પદાર્થોમાં આનંદ માનીશ નહિ. તે સર્વ પદાર્થો પરિણામે અનિત્ય છે, વિનાશશીલ છે, નિરર્થક છે, ક્ષણભંગુર છે.તે તારા આત્માના નથી તેમજ તારો ઉદ્ધાર કરનાર નથં; આખરે તેઓ ઇંદ્રજાળના જેવા ક્ષણમય સ્થાયી છે. તેની અનિત્યતા તારી આગળ સાબિત કરવાની કાંઈ જરૂર નથી; તે તું આ સંસારમાં પ્રત્યક્ષ જોઈ શકે છે. અખૂટ ધનવાળો ક્ષણમાં નિર્ધન બની જાય છે. સજજનાના પરિવારથી વિંટાયેલે માણસ ડીવારમાં એકાકી બની જાય છે. તે ખૂબ લક્ષમાં રાખજે. આવા વિનાશી સ્વભાવવાળા પદાર્થો ઉપર નિત્યતા અને સ્થિરતાની બુદ્ધિ થવા દઈશ નહીં. તે ઉપરથી શાસ્ત્રકાર નીચે પ્રમાણે લખે છે – श्लोक-यत्प्रातस्तन्नमध्यान्हे, यन्मध्यान्हे न तन्निशि।
निरीक्ष्यते भवेऽस्मिन् हा, पदार्थानामनित्यता ॥१॥
અર્થ–જે પદાર્થ પ્રાતઃકાળે રમણીય લાગતો હોય તે મધ્યાહ્નકાળે તેથી વિપરિત દેખાય છે અથવા તે તદ્દન હેતો નથી. અને જે મધ્યાહ્નકાળે સુંદર દેખાય છે તે રાત્રે