________________
(૬૨) નષ્ટ થઈ જાય છે. જેમકે સચેતન પદાર્થોમાં કેટલાયે છે સવારમાં આનંદમાં મહાલતા હોય, તે બપોરે કાળરાજાના સપાટામાં આવીને ભસ્મીભૂત બની જાય છે અને અચેતન પદાર્થોમાં પ્રભાતે સુંદર દેખાતા બંગલામાં ધન, માલ વગેરે તે જ દિવસે વિનાશભૂત થયેલા દષ્ટિગોચર થાય છે. હે શુદ્ધ ચેતન ! તું જે ખૂબ ઊંડે વિચાર કરીશ તે તને બીજી પણ ખાત્રી થશે. જેવી રીતે સંસારના પદાર્થો અનિત્ય છે તેવી રીતે સંસારનું સુખ પણ અનિત્ય છે. એટલું જ નહિ પરંતુ તે સુખની આગળ દુઃખ તો તૈયાર થઈને ઊભું છે, તે એટલે સુધી કે સુખના કરતાં દુખ અનંતગણું વધી પડશે. તે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે - श्लोक-यज्जन्मनिसुखमूढ यच्चदुःखं पुरःस्थितम् ।
तयोर्दुःखमनंतं स्यात् तुलायांकल्पमानयोः॥१॥
અર્થ–આ સંસારમાં હે ચેતન! તારી સન્મુખ જે કાંઈ સુખ અથવા દુઃખ દેખાય છે તે બંનેને જ્ઞાનરૂપી ત્રાજવામાં મૂકીને તેળી જોઇશ તો તને સુખ થકી દુઃખ અનંતગણું માલૂમ પડશે. જેમકે હિંસાદી પાપાશ્ર કરી મનુષ્યભવ હારી ગયે તેને પરંપરાએ સાત નરકમાં અથવા તિયચેના ભામાં રઝળતાં અનંતાં દુખે ઉત્પન્ન થાય છે. વળી હે આત્મા ! તારે વિચારવું જોઈએ કે મનુષ્ય માત્રને સુખ જોગવવાનું સ્થાન આ શરીર છે. પરંતુ તે શરીરજ અનિત્ય છે, તો પછી બીજાં સુખની શા માટે નકામી ફેગટ ઈચ્છા રાખી પાપકર્મોમાં તું ખેંચી રહે છે, ઇત્યાદિક ખૂબ ઊંડો વિચાર કરી વસ્તુની અનિત્યતાનું