________________
(૫૫) હિતકારી છે સંસારથી તારવામાં મદદગાર છે. આવાં માબાપ આજકાલ પંચમકાળમાં બહુ જ કિંમતી દેખાય છે. તેની સાધ્ય દષ્ટિમાં મદદગાર બનવું, એ તે સેંકડે નેવું ટકા તે અભાવરૂપ છે. જો કે કાળરાજા ઓચિંતે ગમે ત્યારે ગરદન પકડે તે વખતે અટકાવવા સમર્થ થતાં નથી, આથી શાસ્ત્રકાર તત્વદૃષ્ટિથી ધર્મમાં વિન્ન કરનારને શત્રુભૂત કહે છે. જુઓઃमातापितास्वसृगुरुश्च तत्वात् ,प्रबोध्य यो योजति शुद्धमागें। न तत्समोरिःक्षिपते भवाब्धी, योधर्मविघ्नादिकृतेश्च जीव।।
અથ–જે માણસ શાસ્ત્રની આજ્ઞાનુસાર બંધ કરીને શુદ્ધ માર્ગમાં બીજા જીવને જોડે છે, તે જ તત્વથી ખરી રીતે તેની માતા, પિતા, બહેન અને તે જ સુગુરુ કહેવાય; પરંતુ જે ધર્મમાં વિદ્ધ કરાવવાવાળા માતાપિતાદિક અથવા ગમે તે હોય તેના સમાન બીજા કેઈ શત્રુ નથી, કારણ કે તે ધર્મમાં વિદન કરી આ જીવને દુર્ગતિમાં નાખે છે.
વિવેચન–એક અદભૂત આશ્ચર્યની વાત છે કે, અનં. તકાળથી ભવભ્રમણ કરતાં કરતાં મહાપુણ્યના ઉદયથી મનુખભવાદિ ઉત્તરેત્તર શુદ્ધ સામગ્રી જીવને મળી, ગુરુમહારાજની અમૃતસરખી સંસારને છેદન કરનારી દેશના સાંભળી, જીવ પ્રતિબંધ પામ્ય, સંસારને ત્યાગ કરી પારમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરવા ઉજમાલ થશે, તે સમયની ચારિત્રની શુદ્ધ ભાવનાથી છઠ્ઠા-સાતમા ગુણઠાણને માલીક થયે; તે માર્ગથી હેઠે પછાડી સંસારમાં ભટકાવનારા માતાપિતાદિકને આ જીવ હિતકારી માને છે, પરંતુ તત્વટથી તપાસ કરતાં