________________
(૫૪) સંસારમાં ખેંચી લાવવાનો પ્રયત્ન સર્વત્ર જેવામાં આવે છે. મેહની ખાતર-લહાવો લેવાને ખાતર જે માબાપે પિતાની સંતતિમાં સંસાર રસિકતા ઠસાવે છે, તે સંતતિ સંસારના કીચડમાં અત્યંત ખંચી જાય તેવાં જ કાર્યો કરે છે, તે માબાપ સંતતિનાં હિતેચ્છુ નથી પરંતુ પિતાને શરણે પડેલી પિતાની સંતતિને હાથે કરી દુતિના ખાડામાં ધકેલી દેનારાં છે, વિશ્વાસઘાતી છે. ધર્મિષ્ઠ માબાપને પુત્ર ધમી બનતાં-વૈરાગી બનતાં આનંદ થાય, પિતાની કાયરતા માટે તિરસકાર વછૂટે અને વળી કહી પણ છે કે, શાઓ સાંભળી સાંભળીને બુદ્દો થયે પણ મને વૈરાગ્ય ન થશે, ધર્મ ન પરિણમે, જેથી હું પામર છું. હે પુત્ર! તું ધન્ય છે કે, તારી આવી ઉચ્ચ ભાવના સંસાર તેડનારી દીક્ષા ગ્રહણ કરવાની થઈ. હે પુત્ર! પરમેશ્વરી દીક્ષા જ અવશ્ય આચરણીય છે, એનાથી જ કલ્યાણ છે. જે કઈ મહાપુરુષોએ આત્મશ્રેય સાધ્યું છે, તર્યા છે, સંસારની રખડપટ્ટીથી છુટયા છે, તે આ સંયમથી જ. તારા માટે પણ શ્રેષ્ઠ માર્ગ તે જ છે. અમે તે બુઢ્ઢા થયા, સંસારમાં આસક્ત છીએ, અમારી આસક્તિ છૂટતી નથી. આવી રીતે કહી વળી ચારિત્રની મુશ્કેલીઓ સમજાવી ચારિત્ર લેવા માટે સ્થિર કરે, દઢ કરે, વૈરાગી થયેલાને વિશેષ વૈરાગી બનાવે. કૃષ્ણ મહારાજે જે પિતાની પુત્રીઓને પરમાત્મા શ્રી નેમિનાથ ભગવાન પાસે સંયમ લેવા દઢ બનાવી તેમ સમ્યફત્વવંત છવ પિતાની સંતતિને સંજમ માર્ગમાં દઢ બનાવી સંસારને બહુ જ અલ્પ કરાવી નાખે તેવાં જ માબાપ પુત્ર-પુત્રીઓનાં ખરા