________________
રીતે કાળરાજા (મૃત્યુ) તને અહીંથી અચાનક ઉપાડી જઈ તારા જીવનને અંત લાવશે. તે વખતે તારે એકલા, સર્વ વસ્તુઓ સ્ત્રી. ધન, ઘર, હાટ, હવેલીઓ વગેરે છેડીને ચાલ્યા જવું પડશે, શાસ્ત્રાકાર કહે છે કે – जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हुअं तकाले । न तस्स माया न पिया न भाया, कालंमि तम्मि सहरा भवन्ति।
“જેમ સિંહ મૃગલાના ટેળામાંથી મૃગલાને પકડી જાય છે, તેવી જ રીતે અંતકાળે કુંટુંબાદિકના ટેળામાં રહેલા આ મનુષ્યને મૃત્યુ પકડી જાય છે. તે પકડતી વખતે મરનાર જીવને માતાપિતા, પ્રિયા, ભાઈ, કોઈ ભાગી થતા નથી.' અર્થાત્ દુઃખમાં ભાગ લેતા નથી. મરણથી છોડાવતા નથી, ન જવું હોય તે પણ જીવને બળાત્કારથી જવું પડે છે, તે ચોક્કસ સમજ. મરવું એ નિઃસંદેહ હકીકત છે. શંકાવગરની વાત છે. મોટા મેટા માધાતા તથા રાવણ જેવા રાજાએ, ચકવતિઓ, બલદે, વાસુદેવ, ઈન્દ્રો જેવા પણ સમય આવ્યા ત્યારે પિતપોતાનાં સ્થાન છેડી ચાલ્યા ગયા છે. તેઓ એવા બળવાન હતા કે આખી પૃથ્વીને ઉથલ પાથલ કરી નાખે, છતાં એક ક્ષણવાર પણ આયુની સ્થિતિ વધારી શક્યા નથી અને તેવાઓની પાછળ રહેલી રિદ્ધિ સિદ્ધિ કે પરિવાર કેઈની સાથે ગયે નથી અને જવાનું પણ નથી. તે પછી હે ચેતન ! તે કાળરાજા એચિંતે તને પકડશે તેમાં શું આશ્ચર્ય ? આવી ચોક્કસ નિશ્ચયાત્મક બાબત હોવાથી તારે અત્યારથી જ જાગ્રત રહેવાની જરૂર છે. તેમાં ખાસ ધ્યાનમાં રાખવા લાયક બીના એ જ છે કે. કયે વખતે આ મૃત્યુરૂપી સિંહ આવી તારી ઉપર છલાંગ મારશે અને તેને પકડીને દેહથી