________________
8
-
-
આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો પરિભ્રમણ કરે છે, એકલો મુક્ત થાય છે. તેને કોઈનો સાથ નથી. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથ ને આશ્રય માને છે. આમ ચોદ બ્રહ્માંડમાં એકલા ભમતાં જીવે એટલાં મરણ કર્યા છે કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યાં તેનાથી સમુદ્રો ભરાય. ભવપરિવર્તન કરતાં કરતાં માંડમાંડ તને આ મનુષ્યભવ મળ્યો છે, આવો ઉત્તમ જોગ મળ્યો છે, તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે, વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આ મનુષ્યભવ ને ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પ કાળમાં ચાલ્યા જશે. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો છે, તેમ એકલો જ સુખના પંથે જા, એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે.
(બહેનશ્રીના વચનામૃત-૩૫૭)