________________ 10 સેનૈયા શું, એક રૂપિયે ય પડતે હેત, તે તે સામાયિક પર વહાલ ઉભરાઈ ઊઠત, એટલે હવે આને અર્થ એજ ને કે જિંદગીભર અનેક પ્રકારે ધમ તે કરતા રહેવાના, પણ એના પ્રત્યક્ષ ફળ દેખાવાના નહિ, એટલે ધર્મ કરવા છતાં ધર્મ પર વેપાર-ધંધા–કરી જેવું વહાલ થવાનું નહિ ને? - કેવી કરુણ દશા કે ધર્મ વરસોના વરસે કરવા છતાં એના પર ધંધા જેવું વહાલ ન થાય! - કયાં અડચણ છે? કયાં વધે છે? કહેતા નહિ કે “ધંધાના ફળની જેમ ધર્મમાં પ્રત્યક્ષ ફળ નથી દેખાતું એ અડચણ છે, એ વાંધે છે કે જે ધર્મ પર એવું વહાલ નથી જગાવી શકતું;' આવું કહેતા નહિ. કેમકે ધંધાનું ફળ જોયું એ લૌકિક ફળ છે, વૈષયિક પૌદગલિક ફળ છે. એ મળ્યાથી આત્માને કશે નિસ્તાર નથી. જે ધર્મ માત્ર એવું વિષય-સુખનું લૌકિક ફળ આપી દેતે હોય તે ય ધમેં એથી આત્માને કશું હિત પમાડ્યું નહિ; અર્થાત્ એવા ધર્મથી આત્મામાં કશું સારું આવ્યું નહિ. માટે સમજી રાખે– જે ધર્મ આત્મામાં કાંઈ પણ સારું ઊભું ન કરી શકે, એ ધર્મ ધર્મ જ નથી.