________________ ઘરના બાદશાહી સુખ-વૈભવ છોડી મુનિપણને કઠણ ત્યાગમાર્ગ અપનાવ્યું હતું, અને મુનિ બન્યા પછી પણ જાત સંભાળી બેસી રહેવાને સહેલે માર્ગ છોડી 500 મુનિઓની ભક્તિ-વૈયાવચ્ચનો કઠણ માર્ગ અપનાવ્યું હતું. ભક્તિ-માર્ગ વહાલો કરી એને અમલમાં ઉતારવા કાયાને કસતા હતા. માનવ જનમની આ લહાણું કે કઠણ ધર્મ આદરવા કાયાને કસે. - ભદ્રબાહુ સ્વામી આ જ કહે છે “સમુદ્રમાં ઊંચે આવ્યા પછી નીચે ડુબવાનું ન કરીશ - ઉબુડે મા પુણે નિબુદ્ધિજજા. ડુબવાનું સહેલું છે, તરવાનું કઠણ છે. પરંતુ સહેલા માર્ગને છેડી કઠણુ માર્ગ વહાલે કર, કઠણ માર્ગ અપનાવ, કઠણ માર્ગને અમલમાં લાવ, તે ભવસાગર તરીશ. વ્યવહારમાં કઠણ માર્ગ લેવાય, તો ધર્મમાં નહિ? - વ્યવહારમાં દેખાય છે કે ધંધાને વહાલે કરી એની પાછળ ભારે મહેનતને કઠણુ માર્ગ અપનાવો છે તે પૈસા પામે છે. આજે ફેકટરી વાલાઓને જુએ, શેઠિયા મેનેજર કે સેકેટરીના ભસે ફેકટરી નથી ચલાવતા. જાતે મેનેજર કરતાં વધારે કલાક સર્વિસ ભરે છે. એ ધંધાની જહેમત પણ