________________ વહાલે કરીને ઊઠાવે છે તે એમાં ભારે શ્રમ છતાં જે આનંદ માને છે, એ ઘરે ઘી-કેળાં ઉડાવતાં કે મોટરમાં ફરતા યા આરામ કરતાં આનંદ નથી અનુભવતા. કારણ? ધંધાની જહેમતમાં મેટા ધનને લાભ દેખાય છે. બસ ધર્મને કઠણ માર્ગ પણ જે એવો દેખાય કે આની પાછળ કર્મક્ષય અને પુણ્યાનુબંધી પુણ્યને અઢળક લાભ છે, તે ધર્મના કઠણુ માર્ગની ભારે જહેમત ઉઠાવાય, અને તે પણ ધર્મને વહાલા વહાલે કરી ઉઠાવાય. વ્યવહારમાં સહેલો છેડી કઠણ માર્ગ અપનાવાય, તે શું ધર્મમાં કઠણ માર્ગ ન અપનાવાય? કઠણ ધર્મથી ભાગવામાં કઈ અલ? અહીં એક પ્રશ્ન ઊઠે છે– પ્ર– સંસારના ધંધા-ધાપામાં મહેનત ભારે છતાં એ વહાલા લાગે છે પણ ધર્મમાં એટલી બધી કઠણાઈ નહિ, છતાં કેમ એ ધંધા જેવા વહાલા લાગતા નથી? ઉ- આનું કારણ એ કે ધંધામાં પ્રત્યક્ષ ફળ દેખાય છે. ધર્મમાં પરભવના વાયદે ફળની વાત છે, એમ સમજ છે, પ્રત્યક્ષ ફળ દેખાતું નથી. હમણાં જે સામાયિક કરીને ઊઠયા કે ઉપર આકાશમાંથી