________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | પ્રસ્તાવના
ધર્મધ્યાન-શુક્લધ્યાન મોક્ષના કારણ છે તેમ બતાવીને ધર્મધ્યાન કયા પ્રકારના ચિંતવનથી કોને પ્રાપ્ત થાય છે ? તેનું સ્વરૂપ બતાવેલ છે. તેથી વર્તમાનકાળમાં ધ્યાનનો અસંભવ હોવા છતાં આજ્ઞાવિચય આદિ જે ધર્મધ્યાનના ચાર પેટાભેદો છે તે ભેદ અનુસાર તે તે ધ્યાનના વિષયોનું સ્વરૂપ યથાર્થ રીતે ચિંતવન કરવામાં આવે અને તે ભાવોથી જે જે અંશે ચિત્ત ભાવિત થાય તેમાં તે તે ધ્યાનની પૂર્વભૂમિકારૂપે ગુણની પ્રાપ્તિ થાય છે તથા ધ્યાનથી નાશ્ય એવા કર્મોનો પણ તે તે અંશથી નાશ થાય છે, જેથી ભવિષ્યમાં સુખપૂર્વક ધર્મધ્યાનને પ્રાપ્ત કરવા તેઓ સમર્થ બનશે. વળી, શુક્લધ્યાન વર્તમાનમાં સંભવિત નથી તોપણ શુક્લધ્યાનનું સ્વરૂપ અને તેના પેટાભેદો પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ છે, જેનો સમ્યગ્બોધ કરીને યોગ્ય જીવો તે શુક્લધ્યાનના સ્વરૂપ પ્રત્યે બદ્ધ રાગવાળા થાય છે અને પુનઃ પુનઃ તે સ્વરૂપને ભાવન કરીને આત્માને વાસિત કરે છે. તેથી તેઓને શુક્લધ્યાનની પ્રાપ્તિ પણ જન્માંતરમાં સુલભ બને છે.
વળી, ગુણસ્થાનકના ક્રમથી સમ્યગ્દષ્ટિથી માંડીને વીતરાગ સુધીના જીવોને કઈ રીતે ઉત્તરોત્તર અધિક અધિક નિર્જરા થાય છે ? તેનું સ્વરૂપ પણ પ્રસ્તુત નવમા અધ્યાયમાં બતાવેલ છે, જેથી ગુણસ્થાનકના ક્રમથી નિર્જરાની તરતમતાનો પણ માર્ગાનુસારી બોધ પ્રાપ્ત થાય છે. અધ્યાય-૧૦
પૂર્વના અધ્યાયમાં સંવરનું સ્વરૂપ બતાવ્યું અને તપથી નિર્જરા થાય છે તેમ કહ્યું. તેથી અર્થથી એ ફલિત થયું કે આશ્રવના નિરોધ માટે કરાયેલા યત્નથી આવતા કર્મોનું સ્થગન થાય તેમ પૂર્વના બંધાયેલા કર્મોની નિર્જરા પણ થાય છે. તે રીતે તપ દ્વારા પણ આશ્રવનું સ્થગન થાય છે અને વિશિષ્ટ નિર્જરા થાય છે અને નિર્જરાના પ્રકર્ષથી મોક્ષ થાય છે. તેથી મોક્ષનું સ્વરૂપ બતાવવા અર્થે જીવને ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ બતાવીને બંધના હેતુઓના અભાવ અને નિર્જરા દ્વારા કર્મક્ષય થાય છે તેમ બતાવેલ છે. તેથી આશ્રવનો નિરોધ કરવાથી બંધના હેતુઓનો અભાવ થાય છે અને પૂર્વમાં જે આશ્રવના ભાવોથી કર્મ બંધાયેલા તેનાથી વિરુદ્ધ સંવરના ભાવોથી પૂર્વમાં બંધાયેલા કર્મોની નિર્જરા પણ થાય છે. જીવ પૂર્વમાં સંયચ કરેલા સર્વ ઘાતિકર્મોની નિર્જરા કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ કર્મોના ક્ષયથી મોક્ષને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ મોક્ષમાં જનાર જીવો લોકાંત સુધી કઈ રીતે જાય છે ? તેનો શાસ્ત્રવચનાનુસાર યુક્તિથી બોધ કરાવેલ છે.
વળી, સિદ્ધના પંદર ભેદો અંતિમ ભવને આશ્રયીને છે તેથી તે ભેદોનું પણ વિસ્તારથી વર્ણન કર્યું છે, જેથી સિદ્ધ થનારા જીવો કઈ કઈ રીતે સિદ્ધ થાય છે? તેનો બોધ થવાથી સિદ્ધ ભગવંતો પ્રત્યેનો પૂજ્યભાવ વૃદ્ધિ પામે છે અને તત્ત્વને જોનારી માર્ગાનુસારી બુદ્ધિ વૃદ્ધિ પામે છે.
વળી, પંદર ભેદથી સિદ્ધ થયેલા જીવોમાં કોણ કોનાથી અધિક સંખ્યાથી સિદ્ધ થયા છે ? તેનો બોધ કરાવવા અર્થે સિદ્ધના જીવોનું અલ્પબદુત્વ બતાવેલ છે, જેનાથી પણ સિદ્ધના જીવો પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય છે અને સર્વજ્ઞના વચનાનુસાર સિદ્ધોના અલ્પબદુત્વનો યથાર્થ બોધ થવાથી સમ્યજ્ઞાનની વૃદ્ધિ