________________
I » અ નમઃ | જેના સ્મરણરૂપે આ ગ્રંથ પ્રગટ થાય છે તે
ધના સુતારની પોળમાં થયેલ અપૂર્વ ધર્મારાધન વિસં. ૨૦૦૦ ની મંગલકારિણી કાર્તિકી પૂર્ણિમાના પ્રથમ ચોઘડિયે, ધના સુતારની પોળમાં આવેલ લાવરીની પોળના પંચં તરફથી, શાસન સમ્રાટ જગદ્ગુરુ ૫૦ પૂર્વ આચાર્યદેવ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર શ્રીમવિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીનું ચોમાસું બદલાવવામાં આવ્યું હતું પાંજરાપોળના ઉપાશ્રયથી મોટાં માનવ સમુદાય અને વિશાળ શિષ્યાદિ પરિધાર સહિત જય-વિજયન મંગળનાદથી દિશાઓને ગજાવતા, અનેક ગહુલીઓ કરી અક્ષતાદિથી વધાવતા વધાવતા, રાજનગરના રીચીરોડ (ગાંધીરોડ) વગેરે મુખ્ય માર્ગો ઉપરથી પ. પૂ. આચાર્ય મહારાજશ્રીની ધના સુતારની પોળમાં આવેલ લાવરીની પોળમાં પધરામણી કરાવી હતી. ધજા પતાકાઓથી પોળ શણગારવામાં આવી હતી. વિશાળ મંડપ તેમજ વિવિધ તક્તાઓથી શેરી સુશોભિત કરી હતી. તે પૈડપમાં સિંહાસનવાળા પાટ ઉપર ૫૦ પૂ. આચાર્યદેવે મંગલાચરણપૂર્વક સુધારા સાવિણી અમોઘ ધર્મદેશના આપી હતી અને શ્રીસંઘ સમક્ષ તે સમયે એક ભાઈએ દીક્ષા માટે પ્રતિજ્ઞા કરી હતી. પ્રાતે શ્રીફલની પ્રભાવના થઈ હતી. અષ્ટાદ્દિકા મહોત્સવ ઉજવવાની સંઘ નિમંત્રણ પત્રિકા પણ કાઢવામાં આવી હતી.
આ અઠ્ઠાઈઓચ્છવ કાર્તકવદ તેરસ સુધી લંબાયો હતો. ઓચ્છવ દરમ્યાન બપોરે રાગ-રાગણીમાં સંગીતના સંપૂર્ણ સાજ સાથે વિવિધ પૂજા ભણાવાતી હતી. સારા સારા ગવૈયાઓ તથા ટોળીવાળાઓ ખુબખુબ ભક્તિરસ જમાવતા હતા. હમેશાં ભારે આંગીઓ રચાતી હતી, જેમાં લાખ લાખના ઝવેરાતોથી વિવિધ દેખાવો રચવામાં આવતા હતા. પ્રતિદિન પ્રાયઃ 9-૫ તોલા જેટલું બાદલું આંગીમાં વપરાતું હતું. આંગીમાં રથ, હાથી, સિદ્ધગિરિજી, નવપદ મંડળ ઇત્યાદિ વિવિધ મનોહર દ્રશ્યોની રચના કરવામાં આવતી હતી. હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા. માનવ સમુદાયથી જાણે પળ ઉભરાઈ જતી, એટલું જ નહિ પરંતુ “વી પર્વવારા:” એ વાક્યનો યથાર્થ અનુભવ થતો. રોજ રાત્રે ભાવના બેસતી. તેમાં પણ લોકો ટોળે મળીને રસ પૂર્વક લાભ લેતા. * ૫૦ પૂ. આચાર્ય મહારાજશ્રીની સુધા સાવિણી સચોટ તેમજ વિશદ દેશનાના પ્રભાવે જનતામાં પ્રતિદિન ઉત્સાહ ને ઉમંગ ખૂબ ખૂબ વૃદ્ધિ પામતે, જેના પરિણામે-વિશ્વવંદ્ય વર્તમાન શાસનાધિપતિ શ્રી મહાવીરસ્વામીજીને પંચકલ્યાણકની પૂજામાં, (કાર્તિક વદ છઠના રોજ) જન્મ કલ્યાણકનો પ્રસંગ ઘણા જ આડંબરપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ચોકના વિશાળ મંડપમાં ભવ્ય મેરુ પર્વતની રચના કરવામાં આવી હતી, ઉપર મનોહર સિંહાસન, પાંડુકવન તેમજ અતિપાંડુ કંબલાસન બનાવવામાં આવ્યાં હતાં. મેરગિરિ ઉપર વિમાન ચાલતાં હતાં. પ૬ દિકુમારિકા કૃત જન્મોત્સવ–
છપ્પન દિકકુમારિકાઓના આઠ સમૂહ બનાવવામાં આવ્યા હતા. દરેક સમૂહના જુદા જુદા ઝંડાઓ હતા. દરેક ઝંડામાં તે તે સમૂહ કયા ક્યા પ્રદેશમાંથી આવેલ છે, તે જણાવવામાં આવ્યું હતું. જેમકે ઊર્ધ્વલોકવાસિની દિકકુમારિકાઓ, અધોલોકવાસિની દિકુમારિકાઓ” ઈત્યાદિ. દરેક સમૂહને જુદા જુદા રંગની સાડીઓ હતી. બધી દિકકુમારિકાઓને મુકટ હાર કડલ આદિ પહેરાવવામાં આવ્યું હતું. દરેકને “ભોગ ભોગંકરા” વગેરે નામવાળા પટ્ટાઓ હતા. ત્રિશલામાતાનું શયન મંદિર બનાવવામાં આવ્યું હતું. પુત્ર સહિત ત્રિશલામાતાનું સુવર્ણમય બિંબ પધરાવવામાં આવ્યું હતું. ત્રણ કેળના મંડપ બનાવ્યા હતા
દરેક સમૂહની દિકકુમારિકાઓ એ પોતપોતાની દિશામાંથી આવીને પોતપોતાનું કય સુંદર રીતે બજાવ્યું હતું. ત્રણ કેળ મંડપોમાં ક્રમશ: સ્નાન, વિલેપન, મર્દન, પૂજનાદિ કાર્યો કર્યા હતાં. પ્રાન્ત દિકુમારિકાઓએ શ્રીમહાવીર જન્મ કલ્યાણક સ્તવનદિ ગીતો ગાતા નૃત્ય તેમજ ડાંડીયા રાસ લીધો હતો આ રીતે આબેહુબ ૫૬ દિકકુમારિકાન જન્મોત્સવ સવારે ઉજવાયો હતો. બપોરે સુરકૃત જન્મોત્સવ નીચે પ્રમાણે ઉજવાયો હતો. ઇંદ્ર ઇદ્વાણું આદિ સુરકૃત જન્મોત્સવ
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના જન્મ સમયના ઉદ્યોતને દેખાડનાર પ્રકાશનાં કિરણો ગોઠવવામાં આવ્યાં હતાં. સૌથી પ્રથમ આ કિરણોએ પ્રકાશ કર્યો હતો. પછી શદ્રમહારાજાએ ભગવાનનની શક્રસ્તવથી સ્તુતિ કરી હતી. પછી હરિëગમેલી દેવે(સુઘોષા) ઘંટ વગાડ્યો હતો. તેમાં તમામ વિમાનવાસી દેવ-દેવીઓને ચરમતીર્થપતિના જન્મસુચનપૂર્વક મેરગિરિ ઉપર જન્મોત્સવ ઉજવવા જવા માટે તૈયાર થવાનું ફરમાન કરવામાં