________________
| વિક્રમ ૧૮ મું શતક.
ભાય', એમ તેમનામાં બોલાય છે. એક ગૂજરાતવાસી (અમદાવાદ પાસેના સરખેજ ગામના) ધર્મદાસ છીપા (ભાવસાર) પિતાની મેળે-જાતે દીક્ષા લઈ મુખ ઉપર પટ્ટી બાંધી હુંઢીયાના સાધુ તરીકે બહાર પડયા–અમદાવાદમાં સં. ૧૭૧૬ માં. (આ માટે જુઓ આત્મારામજી કૃત “જેને તવાદર્શ ૧૨ મે પરિચ્છેદ વિજયપ્રભસૂરિનો સમય તથા રા. હાલ સ્વ. વાડીલાલ કૃત “સાધુમાર્ગે જૈન ધર્મનુયાયીઓએ જાણવાજોગ કેટલીક ઐતિહાસિક નેધ પૃ. ૮૪ થી ૯૦) આ આખો પારા મારા “જેને સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ’ પારા નં. ૯૪૯ છે. • ૨૭ ઉક્ત લવજી મુનિ સંબંધી લોકાગચ્છની એક હસ્તલિખિત પદાવલી ૧૯ પત્રની મળી છે તેમાં જે જણાવ્યું છે તે અત્રે પ્રચલિત ભાષામાં પણ મૂળ પ્રમાણે નીચે મૂકવામાં આવે છે –
સં. ૧૭૦૫ ને માજમે–સામે આવ્યો ત્યારે સૂરતનગરને વાસી વેહર વીરછ હાપા જ્ઞાતે દશા શ્રીમાલી લેકમાહિ સાહુકાર કેડીક્વજ હતા તેહની બેટી બાઈ ફલ તેહના પુત્ર લવજી શાહને સિદ્ધાંત ભણાવવા માંડયાં, તે ઘણું સિંદ્ધાંતમાં પારગામી થયા તેથી બહુજી લવજી શાહનું ચિત્ત ઉદાશ-ઉદ્વિગ્ન દેખી વૈરાગ્યવંત જાણીને સિદ્ધાંત ભણાવતાં અટકાવ્યો, ત્યારે લવજી શાહજીએ એમ વિચાર્યું જે જતિએ ન ભણવ્યા ત્યારે રૂષિ વરજાંગજી પાસે આવ્યા અને એમ કહ્યું “સ્વામિ! અહને ભણાવો ત્યારે ઋષિ વરજાંગ કહે “તુમને ભણાવીએ અને વૈરાગ્ય ઉપજે તે દિક્ષા અમારી પાસે લેવી એ કરાર કરે તે ભણાવીએ ત્યારે બહુજ (લવજી) શાહ કહે “સ્વામિ ! હું દીક્ષા લઈશ તો તુમ્હારી પાસે