________________
—
વિક્રમ ૧૭ મું શતક.
૧૩
ગુરૂને દિને કરવામાં આવી. આ રીતે ગjષભાદિની સાત મૂર્તિ અને વાચકની ચાર મૂર્તિ હીરવિહારમાં સ્થપાઈ પ્રતિષ્ઠિત થઈ. આ વિવારની રચનામાં શાહ અમરસીની પૂરી મહેનત હતી. અત્યારે આની શી સ્થિતિ છે તે તેને શોધી જોઈ તપાસનાર કહી શકશે.
૨૩ ઉકત રત્નચંદ્ર ઉપાધ્યાય તે કૃપારસ કેશના કર્તા પ્રસિદ્ધ શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેમણે સુરતમાં યુનિસુંદર સૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ પર કલ્પલતા નામની સંસ્કૃત ટીકા સં. ૧૯૭૪ માં, સમ્યકત્વ સપ્તતિ પર સમ્યકત્વરત્નપ્રકાશ નામને ગુજરાતીમાં ગઇ બાલાવબોધ સં. ૧૬૭૬ ના પિ. સુ. ૧૩ દિને અને સમ્યકત્વ પર સંગ્રામસુર કથા ગૂજરાતી પદ્યમાં સં. ૧૬% માં રચીને પૂર્ણ કરેલ છે. આ છેલ્લી તિની તેમણે પિતાના હસ્તાક્ષરે દેવચંદ્ર ગણિના પદનાથે સં. ૧૬૭૮ નાં પ. શુ. ૨ બુધે લખીને પૂર્ણ કરેલી પ્રત વીકાનેરના જયચંદ્રજીના ભંડારમાં પોથી નં. ૬૮ માં વિદ્યમાન છે. આ ઉપરાંત સં. ૧૬૭૮ માં તે ઉપાધ્યાયે સુરતમંડના પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી છે કે જે અગાઉ નવમા પારામાં તે પ્રતિમાના લેખ સંબંધી લખતાં કહેવાઈ ગયું છે. ' . ૨૪ સં. ૧૬૮૫ માં નાયલગચ્છના જ્ઞાનસાગરકૃત શ્રીપાલ રાસની ૧૬ પત્રની પ્રત સુરતમાં લખાઈ કે જે હાલ ખેડાના સંબં ભંડારના દાબડા ૬ માં નં. ૫૦ તરીકે ઉપલબ્ધ છે. સં. ૧૯૮૭ માં તપાગચ્છનાયક વિજયદેવસૂરિ દક્ષિણ દેશમાં વિહાર કરવાની ઈચ્છાથી સુરતમાં પુનઃ સમહોત્સવ આવ્યા. ત્યાં મીરજા નામના નવાબની રાજસભામાં સાગર પાક્ષિકનાં કેટલાંક મંતવ્ય સંબંધી