Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૮. અચાર-વિચાર-હિ .
[તિરા-વિરાર-થા: \] અતિચાર[વિચારવા માટેની આઠ ગાથા*
(૧) મૂળપાઠ
(ગાણા) नाणम्मि दंसणम्मि अ, चरणम्मि तवम्मि तह य वीरियम्मि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥१॥ काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । वंजण-अत्थ-तदुभए, अट्ठविहो नाणमायारो ॥२॥ निस्संकिअ निक्कंखिअ, निव्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह-थिरीकरणे, वच्छल-पभावणे अट्ठ ॥३॥
* શ્રી કુંવરજી આણંદજી (ભાવનગર)એ “જૈન ધર્મ પ્રકાશમાં વિ. સંવત ૧૯૯૦(આસપાસ)માં છપાવેલું કે અતિચારની આઠ ગાથા વસ્તુતઃ અતિચારની નથી પરંતુ પંચાચારની છે તેમ સમજવું જોઈએ
તેના સમાધાનમાં પરમ પૂજ્ય આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરે એક વખત વ્યાખ્યાનમાં જણાવેલું કે એ આઠ ગાથાઓ અતિચારની જ છે. વિશેષમાં જણાવ્યું કે પંચાચારની તે ગાથાઓ હોવા છતાં અતિચારના ચિંતન માટે હોવાથી અતિચારની જ ગાથાઓ મનાય.
પ્રતિક્રમણમાં ઘણાં સૂત્રો સ્તુતિ, સ્તવન રૂપે, ગુરુવંદન રૂપે અને ભક્તિવાચક પણ છે. છતાં પ્રતિક્રમણનાં સૂત્રોમાં સંકલિત હોવાથી તે “પ્રતિક્રમણ સૂત્રો' જ કહેવાય છે. તેમ પંચાચારની ગાથાઓ અતિચાર માટે હોવાથી અતિચારની જ ગણાય.
આ પ્રમાણે વ્યાખ્યાનમાં તેમણે જે જણાવ્યું તે યુક્તિપુરઃસર તથા સંગત પણ છે.
આ પ્રમાણે પરમ પૂજય શ્રી બાપજી મહારાજના) આચાર્ય શ્રી વિજયભદ્રકરસૂરિજી અમોને જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org