Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
બાયડના ઉલરની કથા
૪૫
કહેનારા મનુષ્યને વધારે કેમ અપાયું? મંત્રીએ કહ્યું કે હું જીવતે ક્ષે પ્રાસાદ પડી ગયો તો હું દ્રવ્યનો વ્યય કરી ઉદ્ધાર કરાવીશ. જો મારા મરણ પછી જિનમંદિર પડી ગયું હોત તો તેવા પ્રકારની લક્ષ્મીના અભાવથી ઉદ્ધાર કરાવનાર કોણ થાત? તે પછી મંત્રીએ શ્રી શત્રુંજ્યઉપર જઈને પ્રાસાદ કરનારાઓને બોલાવીને કહયું કે જિનમંદિરનો પાત (પડવું) કેમ થયો? સલાટે કહયું કે તમારાવડે ભમતી સહિત પ્રાસાદ કરાવાયો હતો. હમણાં તેમાં વાયુપ્રવેશ થવાથી જલદી પડી ગયો. જો ભમતીરહિત જિનમંદિર કરાવાય તો (મંદિર) સ્થિર થાય. પરંતુ તે રીતે કરાવનારને આગળસંતતિ ન થાય. બાહડે ક્યું કે મારે સંતતિની બુદ્ધિવડે સર્યું. સંતાનવડે ક્યો મનુષ્ય સ્વર્ગ અને મોલમાં જાય છે.?
સ્વર્ગ અને મોક્ષમાં જવા માટે જિનેશ્વરોએ કહેલો ધર્મજ અર્થમય છે. તેથી મારાવડે જલદી જિનમંદિર કરાવાશે. કૂતરી–બકરી અને શુકરીને ઘણાં સંતાન દેખાય છે. ઘણાં સંતાન હોવા છતાં પણ તેઓનો સ્વર્ગ થતો નથી. ભમતી સહિત જિનમંદિર કરાવનારા હર્ષથી નિચે ભરતરાજા વગેરેની પંક્તિમાં થાય. હે સલાટ ! તો મારું શુભ શું થાય? આથી તું ભમતી વગરનું શ્રી આદિ જિનેશ્વરનું મંદિર બનાવ. તે પછી ઘણું ધન આપે છે તે સલાટો ભમતી વગરના જિનમંદિરને બનાવવા માટે પ્રવર્યાં. તે સલાટોએ થોડા દિવસમાં જ ઘણું ધન પ્રાપ્ત કરી ભમતી વગરનું જિનેશ્વરનું મંદિર હર્ષવડે પૂર્ણ કર્યું. શ્રી સિદ્ધગિરિ ઉપર ભમતી વગરનું જિનમંદિર તૈયાર થયે દશ લાખ પ્રમાણ શ્રી સંઘ ત્યાં શ્રી સિદ્ધગિરિ ઉપર ભેગો થયો. શ્રી હેમચંદસૂરિજીએ સારા દિવસે બિંબની પ્રતિષ્ઠા કરી, બાહડ મંત્રીશ્વરે ઘણી લક્ષ્મી વાપરી. શ્રી સિદ્ધગિરિ ઉપર બાહડ મંત્રીશ્વરે ભમતી વગરના જિનમંદિરમાં એક કરોડ અને ૬૭ અધિક સોનામહોરો હર્ષપૂર્વક ખર્ચ કર્યું છેકે:-જેમણે ૧-કોડને સડસઠ અધિક સોનામહોરો વાપરી તેવા વાગભટ્ટ દેવ પંડિતોવડે કેમ વખાણાય નહિ? વિક્રમાદિત્યથી ૧રર૪ વર્ષ ગયે ને બાહામંત્રીશ્વરે શ્રી સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભદેવનું મંદિર કરાવ્યું. બાહડ મંત્રીશ્વરે વિમલગિરિના નીચેના ભાગમાં લ્લિા સહિત સ્વર્ગ સરખું નગર પોતાના નામે વસાવ્યું. અને ત્યાં પોતે કરાવેલા ત્રિભુવનપાલ-વિહારમાં–મંદિરમાં બાહડે ઘણા ધનનો વ્યય કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ સ્થાપન ક્યું. તીર્થપૂજા માટે યોજન પ્રમાણે શ્રેષ્ઠવાડી પોતાના વૈભવથી ને તીર્થપ્રત્યેની ભક્તિથી બાહડે કરાવી. અને ઉત્તમ એવા બાહડે ત્યાં તીર્થની રક્ષા કરવા માટે શ્રી શ્રીમાળી જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વણિકેને ત્યાં નિવાસ કરાવ્યો. અને બાહડે તેઓને આજીવિકા માટે ખેતરો આપ્યાં. તે વખતે બાહડે-૧૩-કરોડ સોનામહોર વાપરી, રૈવતગિરિ ઉપર પ્રભુને માટે પાગ કરાવી (રસ્તો બનાવ્યો) તેમજ છ કરોડ સોનામહોર વાપરી આમભટે ભચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરનો ઉદ્ધાર કર્યો.
द्वात्रिंशद् द्रम्मलक्षा भृगुपरवसतेः सुव्रतस्याहतोऽग्रे; कुर्वन् मङ्गल्यदीपं, ससुरनरवर श्रेणिभिः स्तूयमानः; योऽदादर्थिवजाय त्रिजगदधिपते: सद्गुणोत्कीर्तनायां, स श्रीमानाम्रदेवो जगति विजयते, दानवीराग्रयायी।
ભચમાં વસતા શ્રી મુનિસુવ્રત સ્વામી અરિહંતની આગળ મંગળદીપક કરતાં, દેવ અને મનુષ્યોની શ્રેણીથી સ્તુતિ કરાતાં એવા જેમણે ત્રણ જગતના સ્વામીના સદગુણોના વખાણ કરતા યાચકોના સમૂહને બત્રીસ લાખ દ્રમ