Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૪૮૪
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર
વિચારવા લાગ્યો. વાલાÈશનો સ્વામી સસુર શત્રુ દુચિત્તવાલો છે. તે રાજા બલવડે અને બાહુવડે દુ:ખે કરીને જીતી શકાય એવો છે. યુદ્ધ કરતાં પુરુષોને જીવતરને વિષે સંદેહ થાય. તેથી હું શ્રી ઋષભદેવને નમીને તે પછી રાત્રનો વધ કરીશ. તે વખતે ઉદયન શ્રી સિદ્ધગિરિની નીચે સૈન્યને મૂકીને સુંદર પરિવારવાળો પ્રગટપણે શ્રી સિદ્ધગિરિ ઉપર ચઢયો. વિસ્તારથી પૂજા કરીને યથોચિત દાન આપીને ઉદયમંત્રી પ્રભુની આગળ બેઠો. તે વખતે અકસ્માત ઉદરને સળગતી એવી દિવેટને લઈને જિનમંદિરના દ્ધિમાં જતાં એવો તેને મંત્રીશ્વરે જોયો. મંત્રીએ વિચાર્યું કે આ જિનમંદિર કાષ્ઠમય છે. રાત્રિમાં જો બળી ગયું હોય તો તીર્થની શું દશા થાત? જયાં સુધી મારાવડેલક્ષ્મીનો વ્યય કરી આ ઋષભદેવ જિનેશ્વરનો પ્રાસાદ પથ્થરમય ન કરાવાય. અને શ્રેષ્ઠ–ભૃગુકચ્છ પુરમાં- (ભચમાં) શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થને સુંદર ઉદ્ધર ન કરાવાય. ને આશાપલ્લીમાં પોતાના નામવડે પ્રથમ તીર્થંકર એવા પ્રભુનો પ્રાસાદ મારાવડે ઘણા ધનનો વ્યય કરી ન કરાય ત્યાં સુધી મારે એજ્જ વખત જમવું અને પૃથ્વી પર સૂવું. આ પ્રમાણે અભિગ્રહ મંત્રીએ પ્રભુની દૃષ્ટિ આગળ લીધો.
ફરીથી સવારે પ્રભુને નમીને સ્તુતિ કરીને સૈન્યની અંદર આવીને શુદ્ધ શ્રાવકો સહિત પારણું ક્યું. મંત્રીરાજે હાથી અને ઘોડાઓને બખ્તર પહેરાવીને ત્યાં જઈને વાળાક્ના સ્વામી સાથે યુદ્ધ કરવા પ્રવર્યો. તે વખતે ઉદયન મંત્રીશ્વરે શત્રુની સાથે તેવી રીતે યુદ્ધ કે જેથી તે સસુર યમમંદિરમાં ગયો. શત્રુનું સૈન્ય નાસતે બે કોઈકે તેવી રીતે બાણની શ્રેણી નાંખી કે જેથી તે ઉદયન મંત્રીશ્વર ત્રણ બાણવડે વીંધાયા, મંત્રીશ્વર પૃથ્વી પર પડી ગયે ધ્યે મંત્રીશ્વરના સુભટો યુદ્ધની તપાસ કરતાં મંત્રી પાસે આવ્યા. સ્વાસલેતાં મંત્રી સ્વરે કહયું કે હે સેવકો હમણાં કોણ જીત્યું? સુભટોએ @યું-શત્રુને મારી નાંખવાથી હમણાં તમે જીત્યા છે. મંત્રીએ કહ્યું કે હમણાં મારા પ્રાણો દુ:ખથી જશે. સુભટોએ કહયું કે હે સ્વામી! તમને હમણાં શું દુ:ખ છે? મંત્રીએ પોતે જે અભિગ્રહ કર્યો હતો. તે હીને તેઓએ કહયું કે મારે પુત્ર બાહડ મારો અભિગ્રહ જાણે તો સારું. પત્ર આપનારા સેવકે યું કે જયાં સુધી તમારો અભિગ્રહ તમારા પુત્રને ન કહું ત્યાં સુધી તમારો નિયમ મારો થાઓ તે પછી મંત્રીએ કહ્યું કે અહીં જો બે સાધુઓ આવે તો આરાધના કરીને જલદી હું શુભગતિમાં જઇ તે વખતે ત્યાં જલદીથી સાધુવેશને ધારણ કરનારા બે વંઠોએ આવીને તેને (મંત્રી) સુખપૂર્વક સારી રીતે આરાધના કરાવી. (અહીં આરાધનામાં પુણ્ય પ્રકારનું સ્તવન વગેરેનું પ્રકરણ કહેવું) અહીં ભવરાશિ ખમાવ્યું છો &યમાં નવકારને યાદ કરતા મંત્રીશ્વર તે વખતે સર્વઆયુષ્યનો ક્ષય થયે જે સ્વર્ગલોકમાં ગયા. તે દેશમાં પોતાના સેવકને મૂદ્દીને બાકીના સૈએ આવીને રાજાની પાસે રાત્રને જીતવાનું વચન યું. છડીધર પાસેથી પિતાનો તીર્થના ઉદ્ધારનો અભિગ્રહ સાંભળીને બાહડે તરત જ પિતાનો અભિગ્રહ પોતે લીધો.
બાહડે તે વખતે પથ્થરમય જિનમંદિર કરાવવા માટે ત્યાં આવીને શ્રી સિદ્ધગિરિ ઉપર સૂત્રધારો (કારીગરો) ને મોલ્યા. બે વર્ષ તેઓએ જિનમંદિર બનાવે ક્લે એક પુરુષે આવીને તે વખતે બાહડની પાસે કહયું કે હેસ્વામી ! તમારા પિતાના ચિત્તમાં વિચારેલ શ્રી સિદ્ધગિરિ ઉપર પ્રથમ અરિહંતના મંદિરની પૂર્ણતા થવાથી પૂર્ણ થયું. તે પછી તેણે સુવર્ણની જીભ અને પાંચ અંગનાં વસ્ત્રો તે (પુરુષને) આપી ઘણું દાન આપતાં મંત્રીએ ઉત્સવ કર્યો. બીજા પ્રહરે શ્રી સિદ્ધગિરિ ઉપરથી કૃણમુખવાલા બીજાપુ બાહડની પાસે આવી ને આ પ્રમાણે હયું. તમારા વડે શ્રી સિદ્ધગિરિઉપર જે મોટો ઋષભદેવનો પાસાદ કરાયો હતો. તે પંચમીના દિવસે પ્રચંડવાયુવડે પાડી નંખાયો. તેને મંત્રીશ્વરે સોનાની બે જીમ આપી અને મોટું દાન આપી બમણો ઉત્સવ ક્યું તે પછી મંત્રીશ્વરની પાસે પરિવારે આ પ્રમાણે જ્હયું કે આ અશુભ સમાચાર