________________
૧ ૨
એટલે સર્વજ્ઞ વીતરાગ અરિહંત દેવ. જેની પાસે જે હોય તે આપે. અરિહંત પ્રભુ મોક્ષસ્વરૂપ.. મૂર્તિમાન મોક્ષસ્વરૂપ...દેહ છતાં દેહાતીત... જીવતાં છતાં મુક્ત હોવાથી સદા સર્વદા સર્વત્ર સમય સમય મોક્ષદાતા જ છે. પત્રાંક ૪૩૦ મુજબ, સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, એવી તો સનાતન સંપ્રદાયના સપુરુષોની નિષ્કારણ કરુણા હોય છે. મોક્ષ દુર્લભ નથી, મોક્ષદાતા દુર્લભ છે. અરિહંત તો મોક્ષના કહેનારા અને દેનારા બન્ને છે. દેવો શું દેવાના? આપણને આ કાળમાં પણ મોક્ષમાર્ગના કહેનારા અને મર્મરૂપે મોક્ષમાર્ગના દેનારા દાતા...દાતાર પુરુષ પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી સાંપડ્યા છે, હવે સંપદા લેવાની રહી.
અને વળી, બાહ્ય લક્ષ્મીની વાત કરો કે જેનાથી જગત અંજાય છે તે પણ સર્વોત્કૃષ્ટપણે તો શ્રી અરિહંતપ્રભુની જ છે. તે સમવસરણની શોભા અખિલ બ્રહ્માંડમાં, સમસ્ત સૃષ્ટિમાં, સારી યે આલમમાં, પૃથ્વીના કોઇ પટ પર, જગતી તળમાં, આખા જહાંમાં, ભરી દુનિયામાં બીજે ક્યાંયછે ખરી? એ છે વિચારે, સુરો (દવા)નાં સર્જને સ્થાન પામેલી બાર...બાર પર્ષદા (પરિષદ)ની શોભા છે, શ્રી છે !
શ્રી રત્નાકર પચ્ચીસી'ના પ્રારંભે જ અરિહંત પ્રભુની કૈવલ્યશ્રીનો લક્ષ કરાવે છે. श्रेयः श्रियां मंगलकेलिसद्म, नरेन्द्रदेवेन्द्रनतांघ्रिपद्म । सर्वज्ञ सर्वातिशय प्रधान, चिरंजय ज्ञानकलानिधान ॥
| (૩૫નાતિ છંદ્ર) શ્રી અરિહંત દેવકો માન, ગુરુ નિર્ચન્થકો પહેચાન,
કરતે જિનાગમ ફરમાન, વચનામૃતકો પ્યાલા, પી લે ઘોલ ઘોલ ઘોલ,
ક્ય તૂ નરભવ ખોયે, હિરદે તોલ તોલ તોલ. અરિહંત પરમાત્માનાં ૪ વિશેષણ :
શાસ્ત્રોમાં અનંત નામોએ કે એક હજારને આઠ ગુણોએ સ્તુતિ પામતા અરિહંત પ્રભુના મુખ્ય ૪ વિશેષણ તે મહામાહણ, મહાનિર્યામક, મહાસાર્થવાહ અને મહાગોપ. ૧. મહામાહણ : મા હણ' એટલે હણીશ નહિ, હિંસા ન કરવી. એનું જે પાલન કરે છે તે જ બ્રાહ્મણ
છે. તેમાં મહાન છે. વળી બ્રહ્મનું-આત્માનું જ્ઞાન હોય તે બ્રાહ્મણ, આત્માને પોતાનાં કેવળજ્ઞાનથી ઓળખી લીધો છે અને કેવળ દર્શનથી જોઇ લીધો છે એથી મહા માહણ,
શુદ્ધ, પરમ બ્રહ્મ છે. ૨. મહાનિર્ધામકઃ જેમ નાવિક પોતાની નાવના આધારે સમુદ્રથી પાર ઉતારે છે તેમ પોતાના ધર્મની
નૌકા-નાવમાં જે બેઠા હોય તેને અપાર સંસાર સાગરથી પાર ઉતારે છે. ૩. મહાસાર્થવાહઃ પ્રાચીન કાળમાં લોકો જયારે વ્યાપાર માટે દુર દેશાવર જતા ત્યારે પોતાનો સાથે
(Caravan-કારવાં) બનાવીને જતા. સાથે કહેતાં સંઘ. સાર્થનો મુખ્ય માણસ તે સાર્થવાહ, સાર્થના બધા માણસો સાર્થવાહના આદેશનું પાલન કરતા અને એના પર વિશ્વાસ રાખતા. સાર્થવાહ સાર્થની બધી મુશ્કેલી દૂર કરતા અને કુશળતાપૂર્વક ઇષ્ટ સ્થાન સુધી પહોંચાડતા. આ સંસાર અટવી મહાભયંકર છે, ભલભલાને અટવાવે છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org