________________
૪૮.
परम गुरु :
પરમ પદની પ્રાપ્તિ કરાવે તે ૫૨મ ગુરુ.
શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સાધ્વી : આ પાંચે ૫૨મ ગુરુછે, કેમ
કે, શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. આત્માનું ભાન કરાવે અને આપણને અનન્ય શરણ ગ્રહાવે - પકડાવે તે પરમ ગુરુ પરમ કૃપાળુદેવ. ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ અને ‘પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ’ મંત્રસ્મરણ કરીને આપણે ૫૨મ ગુરુનું કીર્તન કરીએ છીએ.
૪૯. परम पुरुष :
પરમેશ્વર અરુ પરમ ગુરુ, દોનોં એક સમાન; સુંદર કહત વિશેષ યહ, ગુરુદેં પાવે જ્ઞાન. શ્રી સુંદરદાસજી
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
પત્રાંક ૨૬૬-૨
૫૨મ જ્ઞાન અને પરમ સુખના ધામ સદ્ગુરુ એ જ પ્રભુ છે અને પરમ પુરુષ છે. પોતાને પોતાનું, પોતાના શુદ્ધ આત્મપદનું ભાન કરાવનાર અને નિજને નિજનું શરણ પકડાવનાર ૫૨મ પુરુષને પ્રણામ છે. પ્રશ્નોપનિષદ્ ૬ઃ૫ અનુસાર, જેવી રીતે સાગર તરફ વહેતી નદીઓ સમુદ્રને મળીને વિલય પામી જાયછે અને તેમનાં નામ-રૂપ બદલાઇ જાય છે અને તેઓ સાગર તરીકે જ ઓળખાય છે, તેવી જ રીતે બધું જોનારા આ દૃષ્ટાની પુરુષ તરફ જતી સોળ કળાઓ પુરુષને મળીને વિલય પામી જાય છે અને તેમનાં નામ-રૂપ ભેદાઇ જાય છે. માત્ર તેઓ પુરુષ તરીકે જ ઓળખાય છે. પુરુષ એટલે આત્મા. પુરુ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. શી એટલે શયન કરવું. શેતે - સૂએ છે. ઉત્તમ એવી જ્ઞાનચેતનાની શય્યામાં જે સૂએ છે, સ્વામી છે તે પુરુષ. પરમ પુરુષ કહેતાં પરમ આત્મા.
૫૦.
परम श्रद्धेय :
૧૮૭
એક આત્મતત્ત્વ જ ઉપાદેય છે, શ્રદ્ધેય છે, શ્રદ્ધા કરવા યોગ્ય છે. માટે ઉપાદાન એવા આત્માએ શ્રી સદ્ગુરુતત્ત્વને, પરમકૃપાળુદેવને પરમ શ્રદ્ધેય માનવા યોગ્ય છે. શ્રત્ + ધા, સત્ + ધા એટલે શ્રદ્ધા. વિશ્વાસ, પ્રતીતિ, સન્માન કરવા યોગ્ય તે શ્રદ્ધેય. પરમ પદનો લક્ષ, પ્રતીતિ, અનુભવ કરાવી દે તેવા સદ્ગુરુ પરમકૃપાળુ પરમ શ્રદ્ધેય છે. શ્રી મહાવીર પ્રભુ ફ૨માવે છે કે, સધ્ધા પરમ વુલ્લા । (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૩, ગાથા ૯) શ્રદ્ધા પ૨મ દુર્લભ છે પણ પરમ શ્રદ્ધેય પરમ કૃપાળુદેવની શ્રદ્ધા થઇ ગઇ તો, આતમા હાથમાં જ છે.
Jain Education International
તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઇપણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. (પત્રાંક ૪૦૦)
૫૧.
પરમાત્મા :
હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. (પત્રાંક ૨૧-૫૫)
અંતરંગ મોહગ્રંથિ જેની ગઇ તે પરમાત્મા છે. (પત્રાંક ૨૧-૬૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org