________________
૨૦૭
જગ પાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર, જીવ્યું ધન્ય તેહનું. જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર, જીવ્યું ધન્ય તેહનું.
શ્રી બ્રહ્માનંદજી ૧૦૧. સુત્ ઃ
સુહતું એટલે પરમ સખા, સૌથી નિકટના સાથી.
અપૂર્વવસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખનો દેનાર તે સુહૃમિત્ર. (પત્રાંક ૧૬, પૃ.૩૮) .
સાંખ્ય દર્શન મુજબ, પોતાની સ્વરૂપ સમજણમાં કે શાસ્ત્રજ્ઞાનમાં કંઇ દોષ તો નથી ને તે શોધવા પોતાના ગુરુ કે સવાયા શિષ્ય કે સમાનશીલ વ્યક્તિ સાથે વિચારણા તે સુહૃત્માપ્તિ. આઠ મહાસિદ્ધિમાં પણ સાતમી મહાસિદ્ધિ તે સુહૃદુ પ્રાપ્તિ જે રમ્યફ પણ કહેવાય છે. ભગવાનનું માહાભ્ય ભક્તના હૃદયમાં પ્રગટતા મધુર સ્વરૂપમાં પૂર્ણ થાય છે... જયારે માહાસ્ય અને જ્ઞાનયુક્ત ભક્તિ એક માત્ર અનુરાગ ભક્તિમાં પરિણમે છે ત્યારે જ ભક્તિનું ફળ પૂર્ણ રસથી સભર બની જાય છે. વ્રતનિયમો દ્વારા થતું તપ ભગવાન ભણી એટલે કે આત્મલક્ષે થાય છે ત્યારે કઠોર નથી બનતું પણ સૌન્દર્યની ઝાંખી કરાવે છે. આ સૌન્દર્ય બાહ્ય કે સ્કૂલ નથી પણ સૂક્ષ્મ પ્રકાશનું દર્શન કરાવે છે. સર્વના આધાર રૂપે રહેલો આ પ્રકાશ જડ નથી પણ ચેતનમય છે અને એક તાલબદ્ધતામાં આંદોલિત થઇ રહ્યો છે. આ નાદ આનંદને પ્રેરે છે, અને આનંદ એક એવા સતત્ત્વનો પરિચય કરાવે છે જે સદાકાળ આપણા હૃદયદેશે રહેલું છે.
સર્વ આત્માના સુહૃદુ એવા શ્રીમજી સહૃદયીના હૃદયમાં તો હોય જ. ૧૦૨. સૌમ્ય :
સૌમ્ય એટલે શાંત-સુશીલ, સુંદર-પ્રસન્ન કે કોમળ-મનોહર, સોમ એટલે ચંદ્ર, સોમ પરથી સૌમ્ય શબ્દ બનતા ચંદ્રના ઘણા ગુણનો સરવાળો તે સૌમ્ય. ચંદ્રની જેમ મનની યે સોળ કળા છે. મનની ૧૫ કળા નિર્વાણ ખાતે અને ૧૬મી અક્ષય કળા ઉદય પામે ત્યારે જીવને પોતાનાં શિવસ્વરૂપનો અનુભવ થાય છે, પરમાત્મતત્ત્વનો અનુભવ થાય છે. ૧૬મી કળા અમૃતકળા છે. આઠમી પરા યોગદષ્ટિમાં શશી જેવો શીતળ, આહલાદક બોધ હોય છે અને પૂર્ણપણે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવાથી સમાધિ... પરમ સમાધિ હોય છે. પરશાંતિ અનંત સુધામય જે.... (પત્રાંક ૯૫૪) માયામય અગ્નિથી પ્રજ્વલિત જીવોને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. (પત્રાંક ૨૩૮) જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઇએ છીએ. (પત્રાંક ૧૬૫) કેવા સૌમ્ય ?
- કૃપાળુદેવનાં વચનોનું સેવન કરતાં એક મહાન ગંભીર આત્માનો ખળભળાટ સંભળાય છે. તેની સાથે જ, રસને ગ્રહણ કરતા રવિની જેમ રવિવારે જન્મેલા અને અમૃત વરસાવવા અમૃત ચોઘડિયે આવિર્ભાવ પામેલા સૌમ્ય રાજચંદ્રના આત્મદર્શનની પૂર્ણ પૂર્ણિમાની ચાંદની નીચે આત્મિક સુખથી લહેરાતા ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે. અનંત સૌખ્ય અને સૌમ્ય સાથે જ હોય ને ? ૧૦૩. સ્વરૂપસ્થ :
પ્રકૃતિનાં રાજમાં - પર્યાયના નર્તનમાં પલટો આવ્યા જ કરે છે પણ તેનાથી જે સ્વરૂપ ક્ષુબ્ધ કે ખંડિત થતું નથી તે સ્વરૂપની વાત છે.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. (પત્રાંક ૯૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org