________________
૨૦૯
હવે તો હે સ્વામી! તવ ચરણની ભેટ થઇ તો, સુણાવો, સબ્દોધો, ભવતરણ શ્રદ્ધા પ્રગટજો; ‘છૂટું છૂટું ક્યારે ?' સ્વગત ભણકારા જગવજો , વિસારું શા સારુ? સમરણ તમારું સતત હો !
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧:૧૧ : પ.પૂ.બ્રહ્મચારીજી ૧૦૫. રિ :
હું એટલે હરી જવું, નષ્ટ કરવું, દૂર કરવું. હરિના અનેક અનેક અર્થમાં, આ અર્થ મુખ્ય છે. હરિ એટલે હરી લેનાર, દૂર કરનાર, નષ્ટ કરનાર.
હરિ એટલે વિષ્ણુ અને વિષ્ણુ કહેતાં સર્વવ્યાપક જ્ઞાન. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે. (પત્રાંક ૨૫૫) જ્ઞાનસ્વભાવી આત્માને બધું જ્ઞાનમય જ હોય ને? વળી પ્રકાશે છે કે, અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે. (પત્રાંક ૨૫૯) સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેના ગયા છે તે. (ઉપદેશછાયા પૃ.૭૨૬) પ.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, કવ્વાલી રૂપે,
હરે જે મુજ ચિવૃત્તિ, કરાવી વિશ્વ વિસ્મૃતિ,
હરિ તેથી ખરા મારા, શ્રીમદ્ ગુરુરાજજી પ્યારા. ૧૦૬, હિન્દીર :
કૃપાળુદેવ તેર વર્ષની વય થઇ ત્યાં સુધી તો વવાણિયાની બહાર ગયા નહોતા. ચૌદપંદર વર્ષની વય પછી મોરબી પધાર્યા હતા. ત્યાં અષ્ટાવધાની શંકરલાલ શાસ્ત્રીના પ્રયોગો જોઇને આવું તો થઈ શકે? કહીને બીજે જ દિવસે તેવા પ્રયોગ કરી બતાવ્યા. લગભગ સત્તર વર્ષની વયે જામનગર જવાનું થતાં, ત્યાં વિદ્વાનો આગળ બાર અને સોળ એમ બે વિધિથી અવધાન કર્યા હતાં, જામનગરમાં બે વિદ્વાનો આઠ-દસ વર્ષથી અવધાનો કરવા માટે મહેનત કરતા હતા પણ નિષ્ફળતા મળતી હતી. તેથી વિદ્વાનોને અને સહુને કૃપાળુદેવ પ્રત્યે આદરબહુમાનપણું અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. જામનગરમાં ‘હિન્દના હીરા' તરીકે ઉપનામ મળ્યું હતું.
ભારતનાં ભૂષણ, હિંદના હીરા, ગુજરાતનાં ગૌરવ, સૌરાષ્ટ્રના રત્ન, કાઠિયાવાડના કૃપાળુદેવ , વવાણિયાના વ્હાલા, રાજકોટના રાજરાજેશ્વર માટે ગાઇએ કે,
ધન્ય ભૂમિ ભારત જળહળતી, ગૌરવવંતી ગાજે રે; જગ પાવનકર જમ્યા આજે, જન્મશતાબ્દી રાજે જે; અનંત સુખનાં ધામે રાજે, નિર્વાણશતાબ્દી આજે રે.
રાષ્ટ્રસંત પૂ.વિનોબા ભાવે કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પુરુષ આ ભારતવર્ષની ભૂમિમાં જન્મ્યા અને શ્વાસોચ્છવાસ લીધા તેથી આ ભૂમિ ભાગ્યશાળી બની છે. ગાંધીજીને ગુરુ રાજચંદ્ર ન મળ્યા હોત તો, માઇકલ કે મોહમ્મદ થઇને પાછા આવત પણ મોહનદાસ ગાંધી ન રહેત ! જેટલું કહીએ તેટલું થોડું છે આ હિંદના હીરલા માટે કે વીરલા માટે. ૧૦૭. ક્ષયપામી :
ક્ષયોપશમનો સીધો સાદો અર્થ છે, સમજણ કે જ્ઞાનનો ઉઘાડ
માત્ર સાત વર્ષની વયે નવસો ભવનું જાતિસ્મરણ જ્ઞાન, પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષાનું જ શિક્ષણ છતાં પંદર-સોળની વય પહેલાં ઘણાં જિનાગમ અને દર્શનગ્રંથનું અવગાહન, સત્તરમે વર્ષે દિવસ ત્રણમાં “મોક્ષમાળા'નું સર્જન, એની પહેલાં સમ્યકુ અનેકાન્તનું રટણ – પત્રાંક પના બોધવચન ૧૦૪ થી ૧૧૭ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org