Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot
View full book text
________________
૨ ૧ ૧
શ્રી કબીર સાહેબને યાદ કરું તો . ચીટીકે પાંવમેં નુપૂર બાજે, વો ભી મેરા સાહિબ સુનતા હૈ.
કીડીના પગનાં ઝાંઝરનો ઝંકાર પણ મારો રાજપ્રભુ સાંભળે છે ! આવાં જ્ઞાનને શું કહેવું? અવધિજ્ઞાન? મનઃ પર્યવ જ્ઞાન? કેવળ જ્ઞાન? જ્ઞાનને તે સીમા હોય? તે તો અસીમ, નિઃસીમ ને અનંત. તો પછી જ્ઞાનીને કઈ સીમા? જ્ઞાન કેવળથી કળો અને જ્ઞાન જ્ઞાનીમાં કળો (પત્રાંક ૨૬૭) લખનાર પૂરેપૂરો અને ખરેખરો જ્ઞાનાવતાર છે. નમન છે તે જ્ઞાનને પણ.
અંતમાં, પરમકૃપાળુ પ્રભુના શ્રી ચરણદ્વયમાં નમસ્કાર.
તરણતારણ રાજને તસ્લીમ હો. હે રાજચંદ્ર ભગવંત !
જેમ કોઇ પાંગળો મહા ગહન વનને બે પગથી ચાલીને ઓળંગવા ઇચ્છે તેમ મેં બુદ્ધિ વિકલ-પંગુએ તારાં ગુણવર્ણન રૂપ મહાવનને બે પદથી.... થોડા શબ્દથી કે ૧૦૮ વિશેષણથી નવાજવાનું મહાવિકટ કાર્ય હાથ ધરવા હામ ભીડી છે તે બાળચેષ્ટા ગણી આ બાળનું કલ્યાણ કરજે, એટલું જ કહું છું.
હે મહાપ્રતાપી કૃપાળુ પરમેશ્વર !
અમે સાચા અને પવિત્ર અંતઃકરણથી તારું ધ્યાન કરી, શ્રદ્ધા રૂપી ચંદન અને ભક્તિ રૂપી અક્ષત તારે મંગળ ચરણે અર્પણ કરી, તને પ્રેમપુષ્પની માળા ચડાવી અમે અમારી પ્રાર્થના સમાપ્ત કરીએ છીએ. તું પ્રસન્ન ચિત્તથી અમારું કલ્યાણ કર. (ઉપદેશામૃતજી પત્રાવલિ ૨૫)
ये हमारे रास्ते, ये हमारे वास्ते । चाहे महावीरके कथन, चाहे बुद्ध के वचन । चाहे हो पुराण, चाहे हो कुरान । नानककी नज़र, ईसा की डगर । मगर हमारे राज़दार तो वो ही राज़ ।
ઓ ચેતનરામ ! રાજનામને વળગ્યા તે સુખધામમાં વસ્યા. સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ
નિશ્ચય કરીએ દશા પ્રત્યેની શ્રદ્ધા ઉલ્લાસભાવે અને અર્પણ દાવે આશ્રય સેવીએ વચન પ્રત્યેની ભક્તિ
શરણ લઇએ. ગુણ અનંત અપાર, રાજ તોરા, ગુણ અનંત આપાર. સહસ્ર રચના કરત, સુર ગુરુ, તોહી ન આવે પાર. રાજ તોરા ગુણ અનંત અપાર કૌન અંબર ગિનૈ તારા, મેરુ ગિરિકો ભાર, ચરમ સાગર લહરી માલા, કરત કૌન વિચાર. રાજ તોરા ગુણ અનંત અપારભક્તિગુણ લવલેશ ભાખે, સુવિધિજન સુખકાર. સમયસુંદર કહત હમકું, શ્વાસ તુમ આધાર. રાજ તોરા ગુણ અનંત અપાર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262