Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot

View full book text
Previous | Next

Page 254
________________ ૨૦૮ | મૂર્તિમાન ! અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ! અહો તે સ્વરૂપ! (પત્રાંક ૧૫૭-) સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. (પત્રાંક ૩૨૮) શુદ્ધતા વિચારે, ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે.... કવિતામાં સુધારસનું જે માહાભ્ય કહ્યું છે તે કેવળ એક વિગ્નસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે. (પત્રાંક ૪૭૫) | હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. (પત્રાંક ૬૮૦) પ્રભુશ્રીજી પરના પત્રમાં “શ્રી સહજાન્મસ્વરૂપ’ સહી કરી છે. (પત્રાંક ૭૧૯) શ્રી ઇડરગિરિ પર સાત મુનિ સમક્ષ બેજિગર, બેઝિઝક, બેતઅમુલ બોલ્યા કે, આ સિદ્ધશિલા અને (અમે) બેઠા છીએ તે સિદ્ધ. રાગ, દ્વેષ, અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. (હાથનોંધ ૨-૧) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો આરંભ પણ જે સ્વરૂપ સમજ્યા વિના....થી કરીને સ્વરૂપસ્થ થતાં સુધીનો બોધ છે. (પત્રાંક ૭૧૮) સ્વરૂપ-સ્થિત સમતાપતિ રે, સર્વ અવસ્થામાં ય, રાજચંદ્ર પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વામી તે રે, જે રમતા સમભાવે. પ્રજ્ઞાવબોધ પુષ્પ પ૬ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૧૦૪. સ્વામr : પંચમ આપે અવતર્યા રે, સદ્ગુરુ સત્ અવતાર; મૂળ મારગ પ્રગટ કર્યો, સ્વામી ખોલ્યાં છે મોક્ષનાં દ્વાર... સુગુરુ નિત્ય સાંભરે. - પૂ.રત્નરાજ સ્વામી હે શુદ્ધ ચૈતન્ય સ્વામી ! આપે જ તો અફાટ અને અસ્મલિત કરુણાવશાત્ કહી દીધું કે, તમારે કોઇ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ દૂર નથી. (વ્યાખ્યાનસાર ૨:૧૦:૧૮) ઓ સમતા સ્વામી ! મોટાને ઉત્સગ બેઠા ને શી ચિંતા? તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નચિંતા. (શ્રી દેવચંદ્રજી કૃત શ્રી અરનાથ સ્વામી સ્તવન) પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવને એક પત્રમાં લખે છે કે, હે કૃપાળુનાથ ! નમિરાજર્ષિની દશા જોઇ ઇન્દ્ર અદ્ભુત ભાવે ગુણસ્તવન કરી, નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો. હે નાથ ! તે તો ઋષિપણામાં દીઠા. પણ હે કૃપાળુ સ્વામી, જે વ્યવહારનો ઉદય વર્યા છતાં તેથી અન્ય, ઋષિદશાના ભાવને પામ્યા છે તે અત્યંત વહેપારી, ઋષિપણાથી પણ અધિક (રાજર્ષિ, પરમર્ષિ, સમદર્શી કહું ?) પ્રભુને પુનઃ પુન: નન્મસ્કાર હો ! આપે આત્મા પ્રાપ્ત કર્યો છે માટે માલિક છો, પ્રભુ છો, રાજા છો, નાથ છો, પતિ છો, ગુરુ છો, સર્વોત્કૃષ્ટ સાધુ-મુનિ છો, સ્વામી છો. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262